અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) હાથીજણ (Hathijan) વિસ્તારમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કુલની (Delhi Public school) CEO મંજુલા શ્રોફ, (Manjula Shroff) પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંત (Hiten Vasant) અને અનિતા દુઆએ (anita dua) ધરપકડથી (Arrest) બચવા માટે હાઈકોર્ટનું (Highcourt) શરણ લીધું હતું. આરોપીઓએ આગોતરા જામીન (Anitcipatory Bail) માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી જેમાં હાઇકોર્ટે મંજૂલા શ્રોફને વચગાળાની રાહત આપી છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે આરોપીઓની અરજી ફગાવતા તેમણે હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં શુક્રવારે સુનાવણી હાથ ધરાઈ હતી. પોતાની ધરપકડથી બચવા આરોપીઓ હાલ ભૂગર્ભમાં હતા ત્યારે હાઇકોર્ટે મંજૂલા શ્રોફને રાહત આપતા 7મી જાન્યુઆર સુધી મંજૂલાની ધરપકડ નહીં થાય. અગાઉ આરોપીઓ વગદાર હોવાથી કેસની તપાસને અસર પાડી શકે તે પ્રકારની સરકારની રજુઆતોને ગ્રાહ્ય રાખતા આ પહેલા જિલ્લા ગ્રામ્ય કોર્ટે આરોપીઓની અરજી ફગાવી હતી.
અગાઉ જુલા શ્રોફ ,હિતેન વસંત અને અનિતા દુઆની આગોતરા જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી હતી. કોર્ટનું અવલોકન હતું કે આરોપીઓ પર ગંભીર પ્રકારનો ગુનો છે અને કેસની તપાસમાં આરોપીઓની હાજરીની જરૂર છે. આરોપીઓ વગદાર હોવાથી સાક્ષીઓ સાથે ચેડાં થઈ શકે છે માટે આગોતરા જામીન આપી શકાય નહીં. આગામી દિવસમાં ત્રણેયની ધરપકડ થઈ શકે તેવી વકી હતી.
બનાવટી દસ્તાવેજોને આધારે એનઓસી મેળવવાના ગુનામાં વિવેકાનંદ નગર પોલીસે ડીપીએસના મંજૂલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆ સામે ફરિયાદ નોંધી હતી. જેની સામે ત્રણેય આરોપીની ગ્રામ્ય કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દેતાં હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાથીજણ ખાતે આવેલી ડીપીએસ શાળાના સંચાલક મંજૂલા શ્રોફ, પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંત અને પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆએ કરેલી આગોતરા જામીન અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, તેઓ સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, તેમની મિલકતો પણ અમદાવાદમાં છે તેઓ તપાસમાં પૂરો સહકાર આપી રહ્યા છે તેથી તેમને આગોતરા જામીન મળવા જોઇએ.
તેમણે સરકાર સાથે કોઇ બનાવટ કરી નથી. તેમની સામે ખોટા આક્ષેપ કરાઇ રહ્યા છે. તેમને આગોતરા જામીન મળે તો તેઓ પોતાનો બિઝનેસ છોડીને ક્યાંય જવાના નથી. ત્રણેય આરોપીઓ ફરિયાદ નોંધાઈ ત્યારથી આજદીન સુધી ગુમ થઇ ગયાં છે. પોલીસ તેમની ધરપકડ કરી શકી નથી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર