રાજ્યના 88 હજાર વકીલો માટે રાહત, 4 ઓગસ્ટથી હાઈકોર્ટે ફિઝિકલ ફાઈલિંગની મંજૂરી આપી

રાજ્યના 88 હજાર વકીલો માટે રાહત, 4 ઓગસ્ટથી હાઈકોર્ટે ફિઝિકલ ફાઈલિંગની મંજૂરી આપી
રાજ્યના 88 હજાર વકીલો માટે રાહત, 4 ઓગસ્ટથી હાઈકોર્ટે ફિઝિકલ ફાઈલિંગની મંજૂરી આપી

હાઈકોર્ટે ફિજિકલ ફાઈલિંગની મંજૂરી આપતા બાર એસોસિએશનના સભ્યો દ્વારા જાહેર કરાયેલ બુધવારે પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ પણ મોકૂફ રાખવામા આવ્યો

  • Share this:
અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફિઝિકલ ફાઇલિંગની મંજૂરી મળતા વકીલ આલમમાં રાહતની લાગણી છવાઈ છે. હાઈકોર્ટે ફિજિકલ ફાઈલિંગની મંજુરી આપતા બાર એસોસિએશનના સભ્યો દ્વારા જાહેર કરાયેલ બુધવારે પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ પણ મોકૂફ રાખવામા આવ્યો છે.. હાઇકોર્ટ દ્વારા આગામી ચોથી ઓગસ્ટ થી શરતોને આધીન ફિઝિકલ ફાઇલિંગની મંજૂરી આપવામાં આવી છે. તમામ વકીલો ઓનલાઇન ફાઇલિંગ કરવામાં સક્ષમ ન હોવાની બાર એસોસિએશન દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે હાઈકોર્ટે ફિઝિકલ ફાઇલિંગ માટે મંજૂરી આપી છે. જોકે તમામ વકીલો અને કર્મચારીઓએ ચુસ્તપણે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.

ઉલ્લખનીય છે કે કોરોનાની મહામારીને કારણે છેલ્લા ચાર માસ ઉપરાંતના સમયથી અમદાવાદ સહિત રાજ્યની તમામ અદાલતોમાં કોર્ટનું કામકાજ ખોરવાયું છે. ત્યારે આગામી બુધવાર 29મી જુલાઇનાં રોજ બાર એસોસિયેશનના સભ્યો પ્રતિક ઉપવાસ કરી હાઇકોર્ટને તાત્કાલિક વિવિધ કોર્ટમાં ફિઝિકલ કામગીરી શરૂ કરવા માટેની અપીલ કરવા તૈયારી બતાવી હતી. હાલમાં ઇ ફાઈલિંગ અને માત્ર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અર્જન્ટ જામીન અરજી તેમજ અન્ય પરચૂરણ કામગીરી થઈ રહી છે. જેના કારણે ગુજરાત રાજ્યના વર્તમાન સમયમાં બાર કાઉન્સિલના રોલ પર નોંધાયેલા 88,000 ધારાશાસ્ત્રીઓ અને ન્યાય માટે ઝઝૂમી રહેલા સંખ્યાબંધ લોકો આર્થિક હાડમારીનો સામનો કરી રહ્યા છે ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા પ્રતીક ઉપવાસની જાહેરાત કરવામાં આવી હતી.આ પણ વાંચો - રાજ્યમાં કોરોનાના નવા 1136 કેસ નોંધાયા, 24 કલાકમાં 24 દર્દીઓના મોત

ગુજરાતના અન્ય બાર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે સમગ્ર દેશમાં લૉકડાઉનની પરિસ્થિતિમાં અનલૉક 2 જાહેર કરવામાં આવ્યું છે અને ગુજરાત રાજ્યમાં તમામ સરકારી કચેરીઓ, અર્ધસરકારી કચેરીઓ સંસ્થાઓના કામકાજ શરૂ થઈ ગયા છે ઉપરાંત ઔદ્યોગિક એકમો, લઘુ ઉદ્યોગો તમામ પ્રકારનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે. મંદિર-મસ્જિદ , ચર્ચ ગુરુદ્વારા જેવા ધાર્મિક સ્થળો પણ ખુલી ગયા છે તેવા સંજોગોમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના જુદા જુદા બાર એસોસિએશન દ્વારા ગુજરાત રાજ્યની તમામ અદાલતોમાં ઇ ફાઈલિંગ અને વિડિયો કોન્ફરન્સિંગની જગ્યાએ મેન્યુઅલી ફાઇલિંગ તેમજ ચોક્કસ પ્રમાણમાં નિયત કેસો કોવિડ 19ની તમામ શરતો સાથે શરૂ કરવા માટે હાઈકોર્ટમાં રજૂઆતો કરવામાં આવી છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી એવું જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ચાર મહિનાથી કોર્ટનું કામકાજ થપ થઈ ગયું હોવાથી જુનિયર વકીલો ભારે આર્થિક હાડમારીનો સામનો કરી રહ્યા છે અને તેમના કુટુંબીજનો ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં મુકાયા છે. રજૂઆત કરવામાં આવી હતી કે સંખ્યાબંધ સિનિયર વકીલો ફાઇલિંગ તેમજ વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી કરવાનું પૂરતું જ્ઞાન પણ ધરાવતા નથી તેમજ તેમની પાસે પૂરતા ઇલેક્ટ્રોનિક સાધનો પણ નથી. તેમજ સંખ્યાબધ પક્ષકારો પોતાના કેસમાં ન્યાય માટે ધારાશાસ્ત્રી પાસે ઝડપી ન્યાય અપાવવા માટે માગણી કરી રહ્યા છે અને તેમની ફરિયાદો અને કેસ દાખલ થાય અને નામદાર હાઈકોર્ટ દ્વારા અમદાવાદ સહિત રાજ્યની તમામ અદાલતોમાં ફિઝિકલ કાર્યવાહી શરૂ કરવા માટે કોઈ નિર્ણય હજુ સુધી આપવામાં આવ્યો નથી. જેથી ગુજરાતના 88,000 ધારાશાસ્ત્રીઓ તેમજ રાજ્યના ન્યાયોચિત પ્રજાજનો માટે કોર્ટને કામગીરી શરૂ કરવામાં આવે તેવી માગણી બાર એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી.
Published by:Ashish Goyal
First published:August 01, 2020, 23:17 pm

ટૉપ ન્યૂઝ