બિન અનામત વર્ગમાં આવો છે ? તો આ રહી તમારા માટે સરકારી યોજનાઓ

News18 Gujarati
Updated: January 6, 2019, 11:16 AM IST
બિન અનામત વર્ગમાં આવો છે ? તો આ રહી તમારા માટે સરકારી યોજનાઓ
બિન અનામત વર્ગની સરકારી યોજનાઓ

શું તમે બિન અનામત વર્ગમાં આવો છો ? શું તમારે સરકારી સહાયની જરૂર છે, તો આ રહી સરકારી યોજનાઓ.

  • Share this:
સરકારની એક અખબારી યાદી મુજબ, બિન અનામત વર્ગના લોકોને રૂ.10 લાખની મર્યાદામાં શૈક્ષણિક લોન સહાય, વિવિધ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ 1200 ભોજન બિલ સહાય, ધો.10, 11 અને ધો.12ના વિજ્ઞાન પ્રાવહના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ 15 હજારની ટયુશન સહાય આપવામાં આવે છે.

આ સિવાય, ધોરણ 12 પછી મેડીકલ એન્જિનિયરિંગ પ્રવેશ માટે JEE, GUJCET, NEET ની પરીક્ષાની તૈયારી અને નોકરી મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષા માટે રૂ. 20 હજાર કોચિંગ ફી સહાય તેમજ વિદેશમાં ધોરણ 12 પછી મેડીકલ, એન્જિનિયરીંગ, સ્નાતક, અનુસ્નાતક અભ્યાસક્રમો માટે રૂ. 15 લાખ સુધીની ઓછા દરે લોન મળવા પાત્ર છે. સ્પર્ધાત્મક પરિક્ષા માટે તાલીમ સહાય પેટે રુ 20 હજારની સહાય, તબીબ, સ્નાતક, વકીલ માટે બેક ધિરાણ સામે રૂ 10 લાખ સુધીની લોન પર પાંચ ટકા વ્યાજ સહાય મળવાપાત્ર થશે. વાર્ષિક છ લાખની આવક મર્યાદા હેઠળ લાભો મળવાપાત્ર થશે.

આ ઉપરાંત બિન અનામત વર્ગના ઉમેદવારોને પગભર થવા માટે રીક્ષા, લોડિંગ રીક્ષા, મારૂતી ઇકો, જીપ, ટેક્ષી જેવા વાહનો ખરીદવા તેમજ સ્વતંત્ર વ્યવસાય કરવા માટે રૂ 10 લાખની મર્યાદામાં લોન, જ્યારે ટ્રાન્સપોર્ટ, લોજીસ્ટીક, ટ્રાવેલર્સ, ફુડકોર્ટ વગેરે વ્યવસાય માટે સ્ટ્રક્ચર સહિત વાહન ખરીદવા બેન્ક મારફતે રૂ 6 લાખ સુધીની લોન પર ૫% વ્યાજ સહાય અને સ્નાતક, તબીબ, વકીલ, એન્જિનિયરીંગના ઉમેદવારોને વ્યવસાય શરૂ કરવા માટે બેન્ક મારફતે લીધેલી રૂ 10 લાખ સુધીની લોન ઉપર ૫% વ્યાજ સહાય આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા ઉમેદવારોએ નિગમની વેબસાઇટ www.gueedc.gujarat.gov.in ઉપરથી યોજનાઓની વિગતવાર માહિતી અને અરજીફોર્મ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ મેળવી સંપૂર્ણ વિગતો ભરવાની રહેશે. અરજી સાથે જરૂરી દસ્તાવેજો સામેલ કરી સુરત જિલ્લાના ઉમેદવારોએ યોજનાઓનો લાભ લેવા માટેની અરજી બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ, સી-બ્લોક, આઠમો માળ, બહુમાળી ભવન, નાનપુરા મોકલી આપવાની રહેશે. અન્ય જીલ્લાનાં ઉમેદવારોએ –જે-તે જિલ્લાની કચેરીએ આ વિગતો મોકલી આપવી.

આ ઉપરાંત બિન અનામત વર્ગોનું પ્રમાણપત્ર મેળવવા ગ્રામ્ય વિસ્તારના ઉમેદવાર માટે તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા મથક માટે મામલતદાર, જિલ્લાકક્ષાએ કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારીઓ, જિલ્લા મથક માટે નાયબ નિયામક / સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ),ને જાતિ પ્રમાણપત્ર આપવા માટેના સક્ષમ અધિકારી નિયુક્ત કર્યા છે.
First published: January 6, 2019, 11:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading