Home /News /madhya-gujarat /

અમદાવાદ : ગ્રામ્ય પોલીસમાં હેલ્મેટ ન પહેરનારની આવી બનશે, 2 વાર પકડાયા તો થશે આ કાર્યવાહી

અમદાવાદ : ગ્રામ્ય પોલીસમાં હેલ્મેટ ન પહેરનારની આવી બનશે, 2 વાર પકડાયા તો થશે આ કાર્યવાહી

અમદાવાદ ગ્રામ્યના પોલીસ વડા વિરેન્દ્ર યાદવનો પ્રસંશનીય નિર્ણય

અમદાવાદ ગ્રમ્યના પોલીસ વડા વિરેન્દ્ર યાદવનો સ્પષ્ટ આદેશ, જાણો ગ્રામ્ય પોલીસ પાસેથી PI દંડ વસૂલશે. બે વાર બાદ હેલ્મેટ વગર પકડાયા તો સપાટો

કોરોનાના કહેર વચ્ચે શહેરમાં (Ahmedabad) અકસ્માતો વધી રહ્યાં છે. ત્યારે હવે ગુજરાતમાં 9 સપ્ટેમ્બરખી 30 સપ્ટેમ્બર સુધી સ્પેશિઅલ ડ્રાઇવનાં (Special Drive) આદેશ છે. રોડ સેફટી (Road safety) અંગેની સમીક્ષા બેઠકમાં રાજ્યમાં અકસ્માતના બનાવોમાં હેલ્મેટ નહીં પહેરનાર લોકોનો મૃત્યુદર તેમજ ગંભીર ઇજા પામવાના કેસમાં વધારો થતા આજથી એટલે 9મી સપ્ટેમ્બરથી તારીખ 20 સુધી હેલ્મેટ અંગે ડ્રાઈવ રાખવા ઉચ્ચકક્ષાએથી આદેશ કરાયો છે. આ સાથે હેલ્મેટ ડ્રાઈવની દરરોજની કામગીરીનો અહેવાલ મોકલી દેવા સૂચના આપવામાં આવી છે. જેથી જો આજથી હેલ્મેટ પહેર્યા વગર જશો તો તમારી પાસેથી મસમોટો દંડ વસૂલવામાં આવશે.

દેશમાં એક સર્વેના મતે અકસ્માતમાં અનેક લોકોના મોત એટલા માટે થાય છે કે તે લોકો હેલ્મેટ નથી પહેરતા.અને જેને લઈ ગુજરાત રાજ્ય ના dgp એ એક આદેશ કર્યો છે અને જેમાં 9 સપ્ટેમ્બર થી 20 સપ્ટેમ્બર સુધી હેલ્મેટની સ્પેશ્યલ ડ્રાઈવ રાખી છે, પરંતુ અમદાવાદ ગ્રામ્ય SPએ લોકોને ટ્રાફિકનું જ્ઞાન આપવાની સાથે પેહલા પોતાની પોલીસ ને સૂચના આપી દીધી છે.

આ પણ વાંચો :  રાજ્યમાં 24 કલાકમાં Coronaના 1329 નવા કેસ, 1336 દર્દી સાજા થયા, રિકવરી રેટ 82.1% થયો

SP વીરેન્દ્ર યાદવ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, અને જેમાં ખાસ સૂચના આપવામાં આવી છે. જે પણ પોલીસ સ્ટેશનમાં અથવા એજેન્સી માં પોલીસ અથવા સિવિલ સ્ટાફ કામ કરવા માટે આવે છે તે લોકોએ ફરજીયાત હેલ્મેટ પેહરવું પડશે અને જો નહીં પેહરે તો દંડ થશે.

આદેશ એમ છે કે 2 વાર સુધી દંડ લેવામાં આવશે અને દંડ PI અથવા ઇન્ચાર્જ લેશે.અને જો 2 વાર થી વધુ કોઈ પણ પકડાશે તો ખાતાકીય કાર્યવાહી થશે.મહત્વ નું છે કે તેની સાથો સાથ કડક સૂચનામાં કેહવા માં આવ્યું છે, કે જો કોઈ પણ પીઆઈ અથવા ઇન્ચાર્જની નિષ્કાળજી દેખાશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે.

આ પણ વાંચો :   વડોદરા : SSG આગનો CCTV-VIDEO સામે આવ્યો, નર્સની સમય સૂચકતાના લીધે કોરોનાના દર્દીઓનાં જીવ બચ્યા

હેલમેટની સાથો સાથ અન્ય એક પરિપત્રમાં એ પણ કેહવામાં આવ્યું છે કે પોલીસ સ્ટેશનના d સ્ટાફ અને કેટલાક શાખા અને lcb ને બાદ કરી બધા પોલીસ કર્મચારી ને ફરજીયાત ડ્રેસ પેહરવો પડશે અને જો નહીં પેહરે તો તેમની સામે એકશન લઈ શકાય છે અને તે માટે dysp ને સુપરવિસન નો આદેશ પણ આપી દેવાયો છે.

ડિજીટલ દસ્તાવેજો બતાવી શકાશે

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, આ દંડની રકમ વસૂલવા માટે જ્યારે પોલીસ કે RTO જરૂરી દસ્તાવેજો માંગે ત્યારે પુરા પાડવાના રહેશે. આ દસ્તાવેજો કેન્દ્ર સરકાર દ્વારા માન્ય ડિજિટલ લોકર કે એમ.પરિવહન એપના કોઈ પણ માધ્યમથી રજૂ કરી શકાશે. જેમની પાસે આ દસ્તાવેજો ડિજિટલી સાથે હશે તેને પોલીસ કે આર.ટી.ઓ દંડ નહીં કરી શકે.
Published by:Jay Mishra
First published:

Tags: Ahmedabad police, Traffic Fines, ટ્રાફિક નિયમ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन