ડેન્ગ્યૂના બોગસ રિપોર્ટની ઘટનાથી હચમચી ગયેલા સ્વાસ્થ્ય વિભાગનો રાજ્યભરમાં તપાસનો આદેશ

News18 Gujarati
Updated: November 11, 2019, 4:15 PM IST
ડેન્ગ્યૂના બોગસ રિપોર્ટની ઘટનાથી હચમચી ગયેલા સ્વાસ્થ્ય વિભાગનો રાજ્યભરમાં તપાસનો આદેશ
વડોદરાની સ્વરા લૅબને આરોગ્ય વિભાગે સીલ માર્યુ

વડોદરામાં ડેન્ગ્યૂનો બોગસ રિપોર્ટ તૈયાર કરી આપવાની ઑફર આપનાર સ્વરા લૅબ સીલ, અન્ય જિલ્લામાં જો કોઈ લૅબ પકડાઈ તો લાયન્સ રદ કરાશે

  • Share this:
હિતેન્દ્ર બારોટ , ગાંધીનગર : વડોદરા (vadodara)ની એક ઑડિયો ક્લિપ (clip)એ રાજ્યના સ્વાસ્થ્ય (Health) જગતમાં હાહાકાર મચાવ્યો છે. વડોદરાની સ્વરા પૅથૉલૉજી લૅબ દ્વારા (Pathology) લૅબ દ્વારા ડૉકટરને કહે તેવો ડેન્ગ્યૂનો બોગસ રિપોર્ટ ( Bogus Report of dengue) તૈયાર કરી આપવાની ઑફર બાદ રાજ્યનો સ્વાસ્થય વિભાગ હચમચી ગયો છે. રાજ્ય સરકારે આ મામલે સમગ્ર રાજયમાં તપાસના આદેશ આપ્યા છે અને જે લૅબ આવા ગોરખ ધંધામાં ઝડપાય તેને સીલ કરવાનો આદેશ આપ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ સરકાર આ મામલે ગંભીર છે અને કસૂરવારો પર કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

સ્વરા લૅબને સીલ મરાયું


દરમિયાન રાજ્ય સરકારે આપેલી સૂચના અંતર્ગત વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગે પોલીસને સાથે રાખી અને સ્વરા લૅબને સીલ માર્યુ છે. લૅબ પર કાર્યવાહી એ કથિત ઑડિયો ક્લિપના આધારે કરવામાં આવી છે જેમાં દર્દીઓ પાસેથી ખોટી રીતે નાણા પડાવવામાં આવતા હોવાની વાત કરવામાં આવી છે. આ માટે લૅબકર્મી ડૉક્ટરને ઑફર આપે છે. લૅબકર્મી તબીબને કહે છે કે દર્દીનો જેવો રિપોર્ટ બનાવવો હશે તેવો બની જશે. દર્દીનો ખોટો રિપોર્ટ આપવા બદલ લૅબકર્મી તબીબને 40% રકમ આપવાની ઑપર કરે છે. જ્યારે 60% રકમ ડૉક્ટરે લૅબને આપવાની રહેશે.

આ પણ વાંચો :  લૅબ કર્મીની ડોક્ટરને ઑફર, 'તમે કહેશો એવો રિપોર્ટ બની જશે', ઑડિયો વાયરલ

જે લૅબ પકડાશે તેનું લાયસન્સ રદ થશે : સુત્ર
સરકારે રાજ્યના તમામ જિલ્લાના સ્વાસ્થ્ય અધિકારીઓની તેમના જિલ્લામાં આ પ્રકારનો ગોરખ ધંધો ચાલતો હોય તો તેની તપાસ કરવાની સૂચના આપી છે. સરકારની સૂચના મુજબ જો કોઈ લૅબ ઝડપાશે તો તેનું લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. 
First published: November 11, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading