થન્ડર સ્ટોમ એક્ટિવિટીના કારણે કચ્છ અને જામનગરમાં ફૂંકાશે ભારે પવન, વરસાદની આગાહી

થન્ડર સ્ટોમ એક્ટિવિટીના કારણે કચ્છ અને જામનગરમાં ફૂંકાશે ભારે પવન, વરસાદની આગાહી
ફાઈલ તસવીર

રાજસ્થાન પર સાકલોનીક સર્ક્યુલેશન અને થન્ડર સ્ટોમ એક્ટિવિટી ના કારણે કચ્છ અને જામનગર જિલ્લામાં 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાવવા સાથે વીજળીના ચમકારા અને સામાન્ય વરસાદની આગાહી કરી છે.

  • Share this:
અમદાવાદઃ ગુજરાતમાં (Gujarat) એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી (Heat) પડે છે પરંતુ એપ્રિલ મહિનાનો છેલ્લા સપ્તાહ સુધીમાં તાપમાન (Temperature) સામાન્ય રહ્યું છે એટલે કે 41 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયા રહ્યું છે. પરંતુ દરિયા કિનારે તાપમાન ઊંચું નોંધાયું છે.જેના કારણે દરિયા કિનારા વિસ્તારમાં ગરમ પવન ફૂંકાયો છે.

સાથે સાથે પવનની દિશામાં વારંવાર બદલાવ જોવા મળ્યો છે.પવનની દિશા બદલાતા સાથે વાતાવરણ બદલાવ જોવા મળ્યો છે. વારંવાર વાતાવરણ પલટાની અસર કૃષિ પાક પર જોવા મળી છે..



હવામાન વિભાગે આગાહી કરી છે રાજસ્થાન પર સાકલોનીક સર્ક્યુલેશન અને થન્ડર સ્ટોમ એક્ટિવિટીના કારણે કચ્છ અને જામનગર જિલ્લામાં 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાવવા સાથે વીજળીના ચમકારા અને સામાન્ય વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદની યુવતીની કરુણ કહાની! પતિએ ઘરમાંથી કાઢી મૂકી, સંતાનો સાથે વાત પણ ન કરવા દીધી, મામલો પોલીસ પાસે પહોંચ્યો

આ પણ વાંચોઃ-ગાંધીનગરઃ હૃદયદ્રાવક ઘટના! કોરોનાના કારણે સવારે પતિ અને સાંજે પત્નીનું મોત, એક જ દિવસે પરિવારે બે સ્વજન ગુમાવ્યા

આ પણ વાંચોઃ-પત્ની-બાળકોની હત્યા કર્યા બાદ ઘરે આવેલી શિક્ષિકાને મારી સાઈકો કિલરે કર્યું સેક્સ, આરોપીએ જણાવ્યું કેમ કરી હત્યાઓ?

આ પણ વાંચોઃ-અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો! પરિણીતા ગર્ભવતી થઈ ત્યારે જ ઘરે આવી પતિની પ્રેમિકા અને પછી...

જોકે છેલ્લા કેટલાક દિવસથી થન્ડર સ્ટોમ એક્ટિવિટી થઈ રહી છે જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારમાં કમોસમી વરસાદ પણ થયો હતો.અને આજે પણ આગાહી કરવામાં આવી છે.જો કે ભારે પવન સાથે વરસાદ કારણે કેરીના પાકને નુકસાન થઈ રહ્યું છે.



થન્ડર સ્ટોમ શુ છે ત્યારે હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહન્તિ એ જણાવ્યું હતું કે પવનની દિશા બદલાતા ભેજ પણ આવી રહ્યો છે અને સાથે ગરમ પવન જેના કારણે થન્ડર સ્ટોમ એક્ટિવિટી થઈ રહી છે.અને સામાન્ય વરસાદ થાય છે.જોકે મેં મહિનાથી તો પ્રિ મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ જશે.
Published by:ankit patel
First published:April 21, 2021, 19:41 pm