Home /News /madhya-gujarat /

17થી 19 ઓગસ્ટ સુધી દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

17થી 19 ઓગસ્ટ સુધી દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

પ્રતિકાત્મક તસવીર

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદ પણ પડી શકે છે.

    હવામાન વિભાગે આગામી તા. 17થી 19 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદ પણ પડી શકે છે. નોંધનીય છે કે આ વર્ષે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ નહીં વરસતા લોકો હવે હવામાન વિભાગની મજાક ઉડાવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ ન પડતાં લોકો આવી આગાહીને ગંભીરતાથી નથી લઈ રહ્યા. 13મી ઓગસ્ટના રોજ પણ હવામાન વિભાગે બે દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી હતી, પરંતુ આ વિસ્તારોમાં ક્યાંક વરસાદ નોંધાયો નથી.

    ખેડૂતોમાં ચિંતાનો મોજું

    ગુજરાતમાં વરસાદ તેમજ વાવણીની શરૂઆત મોડી થઈ હતી. વાવણી પછી દક્ષિણ ગુજરાતને બાદ કરતા મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો નથી. એવામાં ખેડૂતોને પોતાનો પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે. ગુજરાતમાં વરસાદની શરૂઆત મોડી થઈ હતી એટલું જ નહીં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદથી અનેક ગામડાઓ જળબંબાકાર થઈ ગયા હતા, જેના કારણે ખેડૂતોની જમીનનું ધોવણ થયું હતું. એવામાં હવે વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.

    ગુજરાતમાં સરેરાશ 56 ટકા વરસાદ

    અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 56 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ નથી પડ્યો. ઝોન પ્રમાણે વાત કરવામાં આવે તો કચ્છ વિસ્તારમાં અત્યાર સુધી સરેરાશ 12 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી 29 ટકા જેટલો વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહીં સરેરાશ 60 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો અહીં અત્યાર સુધી સરેરાશ સૌથી વધારે 78 ટકા વરસાદ નોંધાયો છે.

    આખા રાજ્યની વાત કરવામાં આવે તો સરેરાશ 464 મિલીમીટર વરસાદ નોંધાયો છે. મહિના પ્રમાણે વાત કરવામાં આવે તો જૂન 2018 દરમિયાન સરેરાશ 68 મિલીમીટર, જુલાઈ 2018 દરમિયાન 383 મિલીમીટર અને ઓગસ્ટ (13 ઓગસ્ટ સુધી)માં 14 મિલીમીટર સરેરાશ વરસાદ નોંધાયો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Ahmedabad rain, GSDMA, Gujarat Heavy Rain Forecast, Gujarat monsoon, Gujarat rain, Heavy to Heavy Rain, IMD, Rain in Ahmedabad, Rain in gujarat

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन