ઘાસચારાની ભારે તંગી : લીલા ઘાસચારાનો ભાવ રુ.20ને બદલે 90 પર પહોંચ્યો!

News18 Gujarati
Updated: April 29, 2019, 1:38 PM IST
ઘાસચારાની ભારે તંગી : લીલા ઘાસચારાનો ભાવ રુ.20ને બદલે 90 પર પહોંચ્યો!
લીલા ઘાસચારાની તંગીને કારણે ખેડૂત વર્ગની મુશ્કેલીઓ વધી રહી છે.

લીલા ઘાસચારાની તંગીને કારણે ખેડૂત વર્ગની મુશ્કેલીઓ વધી રહી છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : અમદાવાદ સહીત રાજ્યભરમાં ઘાસચારાની ભારે તંગી પ્રવર્તી રહી છે. ખાસ કરીને અમદાવાદ અને જિલ્લાના આસપાસના વિસ્તારોમાં 20 કિલો લીલી જુવારનો છૂટક બજારમાં ભાવ રૂ 90 સુધી પહોંચી ગયો છે. જેને લઇને પશુપાલકો દયનીય સ્થિતિમાં મુકાઇ ગયા છે. સિંચાઇ માટે નર્મદાના પાણીની તંગી, વરસાદનો અભાવ સહિતના કારણોસર ખેતી છેલ્લી ત્રણ સિઝન નિષ્ફળ ગઇ છે. પાણીના અભાવે ઘાસચારાનું વાવેતર પણ ઓછું થયું છે. આ વિષમ પરિસ્થિતિને લીધે ઉનાળાની આ સિઝનમાં લીલા ઘાસચારાની તંગી વચ્ચે પશુઓએ ભુખે મરવાનો વારો આવ્યો છે.

રાજ્યના અનેક જિલ્લાઓ અને તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કરાયા છે જ્યાં હાલમાં પાણી અને ઘાસચારાની ભારે અછત પ્રવર્તી રહી છે. કચ્છની સ્થિતિ સૌથી વધુ દયનીય છે. અમદાવાદમાંથી સીધો ઘાસચારો કચ્છમાં મોકલાઇ રહ્યો છે. આ પરિસ્થતિમાં અમદાવાદમાં પણ ઘાસચારાની અછત એટલી વધી ગઇ છે કે ગત વર્ષે આ સિઝનમાં જે લીલા ઘાસચારામાં લીલી જુવાર જે એક મણ (વીસ કિલો) ર. 50 થી 60 રૂપિયે મળતી હતી તે હાલમાં ર. 80-90 ના ભાવે મળી રહી છે.ડાંગરના ગંઠા, પૂળા,બાજરીના પૂળાના ભાવ પણ બમણા થઇ ગયા છે. પશુપાલકોના જણાવ્યા મુજબ 20 કિલો મકાઇનું ભુંસુ પહેલા100 રૂપિયે મળતું હતું જે હાલમાં 120 રૂપિયે મળી રહ્યું છે. 70 કિલો દાણના બોરાનો ભાવ એક હજાર રૂપિયા હતો જે વધીને રૂ,1120 થઇ ગયો છે. 60 કિલો પાપડીનો ભાવ રૂ.1400થી વધીને રૂ.1800 થઇ ગયો છે.

ખેતી અને પશુપાલન પર ગ્રામ્ય જીવન નભે છે. તેવામાં લીલા ઘાસચારાની તંગીએ ખેડૂત વર્ગની મુશ્કેલીઓ વધારી દીધી છે. સુકો ઘાસચારો પણ મોંઘો થઇ જતા પશુઓને શું ખવડાવવું તેની ચિંતામાં ખેડૂત-પશુપાલક વર્ગ મુકાઇ ગયો છે.
First published: April 29, 2019
વધુ વાંચો
अगली ख़बर