નવરાત્રીનાં રંગમાં ભંગ ! આગામી 3 દિવસ જાણો રાજ્યમાં ક્યાં ભારે વરસાદની આગાહી

News18 Gujarati
Updated: September 26, 2019, 3:10 PM IST
નવરાત્રીનાં રંગમાં ભંગ ! આગામી 3 દિવસ જાણો રાજ્યમાં ક્યાં ભારે વરસાદની આગાહી
ફાઇલ તસવીર

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ત્રીજી ઓક્ટોબર બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.

  • Share this:
વિભુ પટેલ/ગીતા મહેતા, અમદાવાદ : સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં (Gujarat) 3 દિવસ ભારે વરસાદની (Monsoon) આગાહી છે. જ્યારે તે બાદનાં બે દિવસ છૂટોછવાયો વરસાદ પડવાની પણ શક્યતાઓ રહેલી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ત્રીજી ઓક્ટોબર બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. મહારાષ્ટ્ર (Maharastra) અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) સિસ્ટમ સક્રિય થઇ છે ત્યારે આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે અત્યાર સુધી 126 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

નવરાત્રીનાં રંગમાં ભંગ પડી શકે

આ રવિવારથી એટલે 29 સપ્ટેમ્બરથી નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે પણ વરસાદ વરસવાની આગાહીને કારણે ખેલૈયાઓ અને ગરબાનાં આયોજકોમાં ઘણી જ ચિંતા વ્યાપી ગઇ છે. નવરાત્રીમાં જો વરસાદ વિલન બનશે તો ખેલૈયાઓનાં હજારોનાં પાસ અને આયોજકોનાં લાખો રૂપિયાનું પણ નુકસાન થઇ શકે છે. કેટલાય દિવસોથી તૈયારી કરી રહેલા ખેલૈયાઓમાં પણ આ સમાચારથી ચિંતા વ્યાપી ગઇ છે.

આ પણ વાંચો : સુરતમાં રત્નકલાકારોને મૅડીક્લેઇમ સાથે આઈકાર્ડ અપાશે

આ પણ વાંચો : નવરાત્રીમાં રોમિયોગીરી કરનારા સાવધાન, અમદાવાદ પોલીસે બનાવી 'She Team'

126 ટકાથી વધુ વરસાદ નોંધાયોરાજ્યમાં સાર્વત્રિક વ્યાપક વરસાદ ને કારણે 126 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેના પરિણામે રાજ્યનાં જળ સંગ્રહમાં 99 જળાશયો છલકાયા છે. સાર્વત્રિક મેઘ મહેરથી 23737 એમ.સી.એમ (મિલિયન ક્યુબીક મીટર) પાણી સંગ્રહ થયો છે જે ઐતિહાસિક ટના બની છે. જ્યારે આ વર્ષે વરસાદ ની પેટર્ન માં બદલાવવાના કારણે સાર્વત્રિક વરસાદ પડ્યો છે.

સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો

વરસાદની ટકાવારીની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 126 ટકા , દક્ષિણ ગુજરાતમાં 127 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 98 ટકા વરસાદ અને ઉત્તર ગુજરાતમાં પણ 100 ટકા ઉપર વરસાદ નોંધાયો છે. મળતી માહિતી મુજબ રાજ્યના 33 જિલ્લા પૈકી 27 જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે પાટણ મહેસાણા , ગાંધીનગર , અમદાવાદ , અને બનાસકાંઠા માં 90 ટકા વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. જો કે ગત વર્ષે સમગ્ર રાજ્યમાં માત્ર 82 ટકા વરસાદ પડ્યો હતો. પરંતુ હજુ વરસાદ પડવાની સંભાવનાઓ છે. ત્યારે જે જિલ્લામાં 100 ટકા વરસાદ નથી પડ્યો તેવા જિલ્લામાં વરસાદ પડે તેમ મનાઇ રહ્યું છે. જો કે ઉત્તર ગુજરાતનાં પાટણમાં તો માત્ર 1 એમ.એમ વરસાદ પડે તો ત્યાં 100 ટકા વરસાદ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ એમ મનાઇ રહ્યું છે કે સાર્વત્રિક વ્યાપક વરસાદના પગલે આ વર્ષે બમ્પર ઉનાળુ પાક ખેડૂતોને મળશે.
First published: September 26, 2019
વધુ વાંચો
अगली ख़बर