અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં 24 કલાક ભારે વરસાદની આગાહી

અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં 24 કલાક ભારે વરસાદની આગાહી
પ્રતિકાત્મક તસવીર

અરબ સાગરમાં સક્રિય થયેલી મોન્સુન સિસ્ટમને પગલે વરસાદી માહોલ રચાયા બાદ આગામી 3જી જુલાઇ બાદ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

 • Share this:
  વિભુ પટેલ, અમદાવાદ : રાજ્યમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ બાદ હવામાન વિભાગે આગામી 24 કલાક પણ ભારે વરસાદની આગાહી કરી છે. અરબ સાગરમાં સક્રિય થયેલી મોન્સુન સિસ્ટમને પગલે વરસાદી માહોલ રચાયા બાદ આગામી 3જી જુલાઇ બાદ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

  હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે અપર એર સાયક્લોનીક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય છે જેના કારણે 24 કલાક ભારે વરસાદની આગાહી છે. આ સિસ્ટમને કારણે દ.ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. 24 કલાક બાદ સિસ્ટમ નબળી પડી જશે. તે પછી સામાન્યથી મધ્ય વરસાદ રહેશે. આજે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવવાનું છે. જેના કારણે ગુજરાત તરફ ડિપ્રેશન થઇને આગળ વધશે. આ સિસ્ટનને કારણે આગામી મહિના જુલાઇની 3, 4 અને 5 તારીખે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  આ પણ વાંચો  : પુણેમાં મોટી દુર્ઘટના, ફ્લેટની દીવાલ પડતા 15 લોકોનાં મોત, અનેક લોકો ફસાયા

  મહત્વનું છે કે ગુજરાતમાં ચોમાસાનું આગમની સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વલસાડમાં એકંદરે 6 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જેના કારણે રેલવે સ્ટેશન અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. તો અમરેલીમાં 2 કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

  જુઓ VIDEO: મુંબઇમાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા, જનજીવન ખોરવાયું

  જ્યારે વડોદરામાં ગાજવીજ સાથે માત્ર ચાર કલાકમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે અમદાવાદમાં પણ હવામાન વિભાગની આગાહીના પગલે અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. શહેરના બોપલ, એસજી હાઈવે, સરખેજ, જીવરાજપાર્ક, પ્રહલાદનગર, જમાલપુર, પાલડી, આશ્રમરોડ, રિવરફ્ર્ન્ટ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો.
  Published by:News18 Gujarati
  First published:June 30, 2019, 07:53 am

  ટૉપ ન્યૂઝ