વાયુની અસરઃ અમદાવાદામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

News18 Gujarati
Updated: June 13, 2019, 6:10 PM IST
વાયુની અસરઃ અમદાવાદામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
મકરબાવિસ્તારના વરસાદની તસવીર

અમદાવાદના પશ્વિમ અને પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ પડવાનો શરૂ થયો છે. સાથે સાથે ભારે પવન પણ ફંકાઇ રહ્યો છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ વાયુ વાવાઝોડાના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ત્યારે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અમદાવાદના પશ્વિમ અને પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ પડવાનો શરૂ થયો છે. સાથે સાથે ભારે પવન પણ ફંકાઇ રહ્યો છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના મણિનગર, ઘાટલોડિયા, વેજલપુર, સેટેલાઇટ, એસ.જી. હાઇવે, આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં ગુરુવારે સાંજે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેના કારણે શહેરીજનોએ ગરમીમાંથી રાહતનો શ્વાલ લીધો હતો.

આ પણ વાંચોઃ-LIVE: વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાથી વધુ દૂર ગયું, ત્રણ કલાક સુધી ભારે વરસાદની આગાહી

અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની પાણી ભરાયા હોવાની માહિતી સુત્રો પાસેથી મળી રહી છે.
First published: June 13, 2019, 5:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading