રાજ્યમાં ઠેરઠેર વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ, ખેડૂતો પાયમાલ

News18 Gujarati
Updated: March 27, 2020, 7:33 AM IST
રાજ્યમાં ઠેરઠેર વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ, ખેડૂતો પાયમાલ
અમદાવાદમાં વરસેલા વરસાદની ફાઇલ તસવીર

લૉકડાઉન દરમિયાન સાયક્લોનિક સર્ક્યૂલેશન સક્રિય થતા લૉકડાઉનની સ્થિતિમાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં લૉકડાઉનની સ્થિતિ વચ્ચે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતો પાયમાલ થયા છે. ખેડૂતોનો રવિ પાક કમોસમી વરસાદના કારણે પાયમાલ થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં ગઈકાલે અમદાવાદ, રાજકોટ, સાબરકાંઠા, પંચમહાલ, મહેસાણા, વડોદરામાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે 24-27 માર્ચ દરમિયાન રાજ્યમાં અનેક ઠેકાણે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી હતી.

દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકાભડાકા સાથે કમોસમી વરસાદ થતા અનાજ, અને રોકડિયા પાકને વ્યાપક નુકશાન થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં અનેક ઠેકાણે ઝાપટા વરસ્યા બાદ મેઘરાજાએ કચ્છને પણ ધમરોળ્યું હતું. કચ્છના સામખિયાળીમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.

કમોસમી વરસદાના કારણે સાબરકાંઠામાં ઘઉ, તમાકું, શાકભાજી, જેવા પાકોમાં વ્યાપક નુકશાનની ભીતિ છે તો જિલ્લામાં વરસાદ વરસતા લૉકડાઉનમાં ઉનાળામાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચો :  અમદાવાદમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

રાજ્યના પંચમહાલ જિલ્લામાં ગોધરા, હાલોલ, કાલોલ, મોરવા હડફ તાલુકામાં રાત્રે દોઢ વાગ્યા બાદ વરસાદી માહોલ સર્જાયો હતો. કોરોનાની દહેશત વચ્ચે બેવડીઋતુના કારણે અનેક લોકોના સ્વાસ્થ્ય કથળવાની ભીતિ છે.

આ પણ વાંચો :  covid19 vs ગુજરાતઃ વીજ વપરાશકારો માટે રાહતના સમાચાર, CM રૂપાણીએ કર્યો મહત્વનો નિર્ણયઅમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં માવઠું

શહેરના સરખેજ, વેજલપુર, ઘાટલોડિયા, બોપલ, સનાથળ, શાંતિપુરા, મોટેરા, ચાંદખેડા, ન્યુ રાણીપ, મોટેરા, જીવરાજ પાર્ક, ગોતા, થલતેજમાં ગાજવીજ સાથે મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો.અમદાવાદના પૂર્વ વિસ્તારો ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, મણિનગર, ઈશનપુર, નારોલ, જશોદાનગર, ઘોડાસર, રામોલ, હાથીજણ, વસ્ત્રાલ, વટવા, રખિયાલ, બાપુનગર, ગોમતીપુરમાં પણ માવઠું થયું હતું.
First published: March 27, 2020
વધુ વાંચો
अगली ख़बर