રાજ્યમાં લીલા દુષ્કાળની સ્થિતિ નથી, ડુંગળીના ભાવ સ્થિર થવા મહિનો રાહ જોવી પડશે : રૂપાલા

News18 Gujarati
Updated: October 1, 2019, 7:24 PM IST
રાજ્યમાં લીલા દુષ્કાળની સ્થિતિ નથી, ડુંગળીના ભાવ સ્થિર થવા મહિનો રાહ જોવી પડશે : રૂપાલા
કેન્દ્રીય કૃષિરાજ્ય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની ફાઇલ તસવીર

કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી (central Agriculture state minister) પુરષોત્તમ રૂપાલાએ (Parshottam Rupala) કહ્યું કે લીલો દુષ્કાળ શબ્દ વાપરવો થોડું વહેલું છે

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ : ચાલુ વર્ષે રાજ્યમાં ધોધમાર (Heavy Rain) વરસાદ પડ્યો છે. ખેતીના પાકને (Crop Failure) નુકસાન થયું છે પણ લીલો દુકાળની સ્થિતિ તેવો શબ્દ વાપરવો થોડું વહેલું છે. તેવું કેન્દ્રીય કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલાએ (Prashottam Rupala) જણાવ્યું છે. એટલું જ નહીં આસમાને પહોંચેલા ડુંગળીના (Price of Onion) ભાવ એક મહિનામાં રાબેતા મુજબ થઈ જશે તેવો ઈશારો પણ કૃષિ મંત્રી કર્યો છે.

રાજ્યમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના ખેતીના પાકને ભારે નુકશાન પહોંચ્યું છે. જગતના તાતને લીલો દુકાળ જેવી સ્થિતિ લાગી રહી છે. કારણ કે ભારે વરસાદને કારણે ખેતરમાં પાણી ભરાયા છે અને હજુ પણ આકશી આફત હજુ સતત વરસી રહી છે. પણ રાજ્યમાં લીલા દુકાળ જેવી સ્થીતી છે તે અંગે કેન્દ્રના કૃષિમંત્રી પુરષોત્તમ રુપાલાએ જણાવ્યું કે 'મારા મતે લીલો દુકાળ શબ્દ વાપરવો એ હજુ થોડુ વહેલુ પડશે રાજ્યમાં વરસાદ વધારે પડ્યો છે. વરસાદથી ખેતીના પાકને નુકસાન પણ થયું છે. નિચાણ વાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા પણ છે. પણ તે વિસ્તાર સમગ્ર રાજ્યને સાંકળી લઈ શું તો તે અંદાજ યોગ્ય નહિ રહે. અમે રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાં છીએ અને રાજ્યસરકાર તરફથી આ અંગે જે કઈ ભારત સરકાર પાસે અપેક્ષા હશે તે ખભે ખભા મિલાવી ખેડૂતોના હિતમાં કામ કરવા તૈયાર છીએ.'

આ પણ વાંચો :  મોરબી: ખેતરોમાં ઘૂંટણસમા પાણી, ગયા વર્ષે સુકો આ વર્ષે લીલો દુષ્કાળ, અમે શું કરીશું?

તેમણે ઉમેર્યુ કે 'આ પ્રકારે વધારે વરસાદ કે ઓછા વરસાદ એવી કોઈ પણ આકસ્મીક પરીસ્થિતી સર્જાય તેનું આગોતરુ આયોજન રાષ્ટ્રીય સ્તરેથી થયેલુ હોય છે. તેના કન્ટીજન્સી પ્લાન અંગેની એડવાઈઝ અમારા વિભાગો તરફથી રાજ્ય સરકારને આપી દેવાઈ હોય છે. રાજ્ય સરકાર તરફથી જિલ્લા સ્તર સુધી આ પ્રકારના આયોજનો પહોંચાડેલા હોય છે. હવે જ્યાં બન્યુ છે ત્યાસર્વે થાય અને તેના એકચ્યુલ અંદાજો પરત આવે અને તેમા રાજ્ય સરકાર પોતાના અભિપ્રાય સાથે ભારત સરકાર સામે આવશે એટલે આગળની કાર્યવાહી શરુ થશે.' આ ઉપરાંત એક મહિનામાં ગરીબોની કસ્તુરી ડુંગળીના ભાવ 6-7 ગણા વધી ગયા છે. ત્યારે ડુંગળીના ભાવ સ્થિર થવા માટે એકાદ મહિનો રાહ જોવી પડશે ત્યાં સુધીમાં નવો પાક આવી જશે તેવું પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :  અતિવૃષ્ટિને કારણે પોતાનો ઊભો પાક બળવાની ભીતિથી અરવલ્લીનાં ખેડૂતે આપઘાત કર્યો
First published: October 1, 2019, 7:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading