ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, રૂપાણીનો ગીર-સોમનાથ પ્રવાસ રદ

News18 Gujarati
Updated: July 17, 2018, 12:59 PM IST
ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, રૂપાણીનો ગીર-સોમનાથ પ્રવાસ રદ
કોડીનારમાં વરસાદ

  • Share this:
રાજ્યમાં હજી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ત્રણ દિવસ દરમિયાન ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, જૂનાગઢ, ભાવનગર, દીવ, અમરેલી, ગીર-સોમનાથમાં અતિભારે વરસાદ પડી શકે છે. વાતાવરણ ખરાબ હોવાને કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ગીર-સોમનાથ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.

પ્રધાનમંડળ કરશે બચાવ કામગીરીની સમીક્ષા

બીજી સરકારના વિવિધ મંત્રીઓ ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને બચાવ કામગીરીની સમીક્ષા કરશે. જે અતંર્ગત કૃષિ મંત્રી આર.સી ફળદુ અમરેલી જિલ્લાની મુલાકાત લશે. મંત્રી જયેશ રાદડિયા જૂનાગઢ જિલ્લાની તેમજ મહેસુલ પ્રધાન કૌશિક પટેલ વલસાડ જિલ્લાની મુલાકાત લઈને અહીં બચાવ તેમજ રાહત કામગીરીની સમીક્ષા કરશે.

ઉના ખાતે એનડીઆરએફની ટીમે લોકોને રેસ્ક્યૂ કર્યા


436 લોકોને રેસ્ક્યૂ કરાયા

રાજ્યમાં સોમવારે રાત્રે 12 વાગ્યે સુધી વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમે 436 જેટલા લોકોને બચાવીને સલામત જગ્યાએ ખસેડ્યા છે. જેમાં સૌથી વધારે 279 લોકોને ગીર-સોમનાથ જિલ્લામાંથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. સુરતમાં 85, નવસારીમાં 42 અને વલસાડમાં 30 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.
મહુવા ખાતે ખેડૂતોએ જાત મહેનતથી બાધેલી બંધારો તૂટી ગયો


મેથળા બંધારો તૂટ્યો

મહુવાના મેથલા ખાતે ખેડૂતોએ જાત મહેનતથી બનાવેલો બંધારો વરસાદના પાણીને કારણે તૂટી ગયો હતો. મંગળવારે વહેલી સવારે આ બંધારામાં 100 ફૂટ જેટલું ગાબડું પડી ગયું હતું. બંધારનું પાણી દરિયા તરફ વહી ગયું હતું.

ગાંધીનગરમાં એનડીઆરએફની પાંચ ટીમ તહેનાત

વરસાદને પગલે એનડીઆરએફની વધુ પાંચ ટીમ ગુજરાત પહોંચી છે. આ ટીમોને જરૂરિયાત પ્રમાણે વિવિધ વિસ્તારોમાં તહેનાત કરવામાં આવશે. હાલ વરસાદને કારણે ત્રણ નેશનલ હાઇવે તેમજ ચાર સ્ટેટ હાઇવે બંધ છે. આ ઉપરાંત 156 પચાંયત હસ્તકના હસ્તાઓ બંધ છે. વરસાદને કારણે કુલ 173 રસ્તાઓ બંધ છે.

અમરેલીની સ્કૂલોમાં પાણી ભરાયા


અમરેલીમાં પૂર પ્રભાવિત ગામોમાં રજા જાહેર

અમરેલી જિલ્લાના બાબરાના પૂર પ્રભાવિત છ જેટલા ગામોની સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. શિક્ષણ અધિકારીએ આ જાહેરાત કરી છે. મોટા દેવળીયા, ત્રંબોડા, ફુલજર, બળેવ પીપળીયા, ધરાય, ખીજડિયા કોટડા ગામની સ્કૂલોમાં વરસાદના પાણી ઘૂસી ગયા હોવાથી રજા જાહેર કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં 128 ગામમાં વીજળી ગૂલ

વરસાદને કારણે સૌરાષ્ટ્રના 128 ગામડાઓમાં વીજળી ગુલ થઈ ગઈ છે. જેમાં મોરબીના 12, જામનગરના 126, પોરબંદરના, 10, જૂનાગઢના 4, ભાવનગરના 34, અમરેલીના 47 અને બોટાદના 5 ગામનો સમાવેશ થાય છે. તો વરસાદને કારણે 593 વીજળીના થાંભલાઓને નુકસાન થયું છે.

ગીર-સોમનાથ જિલ્લામા અનરાધાર વરસાદ

રાજ્યમાં ગીર-સોમનાથ જિલ્લામાં રવિવારથી જ અનરાધાર વરસાદ પડી રહ્યો છે. સોમવારે ઉના અને ગીરગઢડા તાલુકામાં બારેમેઘ ખાંગા થયા હતા. ભારે વરસાદને કારણે સૈયદ રાજપરા અન ખત્રીવાડા ગામ બેટમાં ફેરવાયા છે.
First published: July 17, 2018, 11:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading