અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ઠેકઠેકાણે પાણી ભરાયા

News18 Gujarati
Updated: June 26, 2019, 2:37 PM IST
અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ઠેકઠેકાણે પાણી ભરાયા
SG હાઇવે ઉપર વરસાદની તસવીર

ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે ત્યારે મેઘરાજાએ અમદાવાદમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે ત્યારે મેઘરાજાએ અમદાવાદમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. અમદાવાદના પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાનું શરૂ થયું છે. બુધવારે બપોર પછી ગાજવીજ સાથે વરસાદ પડવાથી લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો હતો. આ ઉપરાંત ગુજરાતના અનેક વિસ્તારમાં પણ વરસાદ પડવાનો શરૂ થયો હતો.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં એસજી હાઇવે, શ્યામલ, વેજલપુર, મકરબા, સેટેલાઇટ, બોપલ, સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ પૂર્વ વિસ્તારમાં સીટીએમ, નારોલ, વટવા, જશોદાનગર, રખિયાલ, ઘોડાસર, ઇસનપુર, ખોખરા, હાટકેશ્વર, અમરાઇવાડી, વસ્ત્રાલ જેવા અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચોઃ-AMCમાં સહાયક જુનિયર ક્લાર્કની ભરતી, 11 જૂલાઈ સુધી આવેદન કરી શકાશે

ધોધમાર વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના પગલે વાહનવ્યવહાર ધીમો પડ્યો છે. તો વરસાદના કારણે શહેરમાં ક્યાંક ક્યાંક ભૂવા પડ્યા હોવાની માહિતી સુત્રો આપી રહ્યા છે. વરસાદના કારણે આહલાદક વાતાવરણ સર્જાયું છે. લોકો વરસાદની મજા માણવા માટે ઘરોમાંથી નીકળી પડ્યા છે. ગરમ નાસ્તાની લારીઓ ઉપર પણ લોકોની ભીડ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
First published: June 26, 2019, 2:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading