રાજ્યના 37 તાલુકામાં સવારથી ધોધમાર વરસાદ, દ્વારકાના કલ્યાણપુરમાં છેલ્લા 26 કલાકમાં પોણા 7 ઇંચ પડ્યો

News18 Gujarati
Updated: July 5, 2020, 9:55 AM IST
રાજ્યના 37 તાલુકામાં સવારથી ધોધમાર વરસાદ, દ્વારકાના કલ્યાણપુરમાં છેલ્લા 26 કલાકમાં પોણા 7 ઇંચ પડ્યો
પ્રતિકાત્મક તસવીર

સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન, સવારે 6.00 વાગ્યાથી સૌરાષ્ટ્રના 32 તાલુકામાં વરસાદ, 24 કલાકમાં માળિયામાં 5 ઇંચ

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. વરસાદની તોફાની બેટીંગ રાજ્યના સૌરાષ્ટ્રમાં શરૂ છે. સવારે 6.00 વાગ્યાથી રાજ્યનાં સૌરાષ્ટ્રના 35 અને દક્ષિણ ગુજરાતના 2 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં નોંધાયો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સવારે 6.00થી 8.00માં 40 એમ.એમ. વરસાદ નોંધાયો છે.

સવારે 6થી8 વાગ્યા સુધીમાં નોંધાયેલા રાજ્યના આંકડા મુજબ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 40 એમ.એમ. અમરેલીના ધારીમાં 39 એમ.એમ. ખાંભામાં 37 એમ.એમ., જૂનાગઢના મેદરડામાં 18 એમ.એમ. ભાવનગરના મહુવામાં 15 એમ.એમ. જાફરાબાદમાં 13 એમ.એમ. બોટાદના રાણપુરમાં 13 એમ.એમ. જૂનાગઢના માંગરોળમાં 10 એમ.એમ. બોટાદ શહેરમાં 9 એમ.એમ, ગીરગઢડામાં 9 એમ.એમ, વરસાદ નોંધાયા છએ. તો 26 તાલુકામાં 1થી8 એમ.એમ. જેટલો વરસાદ નોંધાયો છે.

આ વરસાદમાં સુરતના કામરજે, નવસારી શહેર અને સુરતના ઓલપાડ, નવસારીના જલાલપોર, અને વલસાડ શહેરમાં પણ વરસાદ નોંધાયો છે. આ પાંચ તાલુકાને બાદ કરતા બાકીના 32 તાલુકા સૌરાષ્ટ્રના છે. આમ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને મેઘરાજા ધમરોળી રહ્યા છે.

આ પણ વાંચો :  પત્નીને બાળકો ન થતા ચારિત્ર્યહીન પતિએ ભાભીની જ બહેન સાથે પ્રેમ રચી દીધો, પરિણીતાનો આપઘાત

24 કલાકમાં જૂનાગઢના માળીયામાં 5 ઇંચદરમિયાન રાજ્યમાં સવારે 6.00 વાગ્યા સુધીના નોંધાયેલા ડેટા મુજબ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢા માળિયામાં નોંધાયો છે. માળિયામાં 24 કલાકમાં 121 એમએમ વરસાદ નોંધાયો છે જ્યારે કલ્યાણપુરમાં 4.1 ઇંચ વરસાદ નોંધાયો છે. તો ગીરસોમનાથના તાલાલામાં 71 એમ.એમ. વરસાદ નોંધાયો છે. રાજકોટના જામકંડોરણામાં 68 એમ.એમ. ગીરસોમનાથના કોડિનારમાં 66 એમ.એમ. વલસાડમાં 64 એમ.એમ. અને વેરવાલમાં 63 એમ.એમ વરસાદ નોંધાયો છે. સવારે 6.00 વાગ્યા સુધી 24 કલાક દરમિયાન રાજ્યના 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો :  સુરત : 'તું મારી નહીં તો કોઈની નહીં', લેડી Don ભુરીને તમાચો મારી પૂર્વ પ્રેમીએ હંગામો મચાવ્યો

4-7 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં વિધિવત ચોમાસાની શરુઆત થયા બાદ લોકો સાર્વત્રિક વરસાદની રાહ જોઈએ રહ્યા છે ત્યારે હવામાન વિભાગના ડાયરેક્ટ ડૉક્ટર જ્યંત સરકારે જણાવ્યું હતું કેએક સાઇકલોનીક સર્ક્યુલેશનન સક્રિય થઈ રહ્યું છે.જેના કારણે4 જુલાઈથી 7 જુલાઈ સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ થશે.અને અનુમાન છે કે સાર્વત્રિક વરસાદ થશે.આ વરસાદ ખેતીના પાક માટે ફાયદો કરાવશે.તેમજ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.કારણે કે દરિયામાં પવન અને લહેરોની ગતિ તેજ રહશે.
First published: July 5, 2020, 9:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading