અમદાવાદમાં આજે મધ્યમ અને રવિવારે ભારે વરસાદની આગાહી

News18 Gujarati
Updated: June 29, 2019, 10:59 AM IST
અમદાવાદમાં આજે મધ્યમ અને રવિવારે ભારે વરસાદની આગાહી
પ્રતિકાત્મક તસવીર

નૈઋૃત્યનાં ચોમાસાએ ગુજરાતમાં વરસાદે આગેકૂચ કરી છે. હવામાન વિભાગ પ્રમાણે નોર્ધન લિમિટ ઓફ દ્વારકા-અમદાવાદમાંથી પસાર થઇ રહ્યું છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ગુજરાતભરમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી મારી છે. નૈઋૃત્યનાં ચોમાસાએ ગુજરાતમાં વરસાદે આગેકૂચ કરી છે. હવામાન વિભાગ પ્રમાણે નોર્ધન લિમિટ ઓફ દ્વારકા-અમદાવાદમાંથી પસાર થઇ રહ્યું છે. જેના કારણે આગામી બે દિવસમાં અમદાવાદ, સુરત, ગાંધીનગર, વલસાડ, નવસારી, ડાંગ, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું કે નૈઋૃત્યનાં ચોમાસાએ અરેબિયન સમુદ્વ, ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ આગળ વધ્યું છે. નોર્ધન લિમિટ ઓફ મોન્સૂન 22 અક્ષાંસ/60 દક્ષાંસથી દ્વારકા, અમદાવાદ, ભોપાલ, જબલપુર, પેન્દ્રા, સુલતાનપુર, લમખીપુર ખેરી, મુક્તેશ્વરમાંથી પસાર થઇ રહ્યું છે. જેના કારણે આગામી 1 જુલાઇથી 3 જુલાઇ દરમિયાન નૈઋૃત્યનું ચોમાસું મધ્ય, પશ્ચિમ ભારતમાં વધુ આગેકૂચ કરી શકે છે.

અમદાવાદની વાત કરીએ તો હવામાન વિભાગ પ્રમાણે શહેરમાં સવારે વાદળછાયું વાતાવરણ રહેશે. આજે એટલે શનિવારે અને આવતીકાલે રવિવારે ભારે વરસાદ પડી શકે છે. હવામાનની ખાનગી સંસ્થાનાં જણાવ્યાં પ્રમાણે રવિવારે સવારનાં સમયે ગાજવીદ સાથે વરસાદ પડે તેવી સંભાવના થે,

NDRFની 15 ટીમ ખડેપગે

રાજ્યમાં ચોમાસું અને ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજકોટ અને ગાંઘીનગરમાં બે-બે, સુરત, ભાવનગર, પાલનપુર, વલસાડમાં એક-એક ટીમ તેમજ વડોદરા હેડક્વાર્ટર ખાતે NDRFની સાત ટીમો ખડેપગે રાખવામાં આવી છે.

પાણીની લાઈનો તપાસવાનો આદેશગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા દરેક ગામમાં પાણીની લાઈનના ચેકિંગ માટે સરપંચ અને તલાટીઓને આદેશ કરાયા છે. ચોમાસાની સિઝન શરૂ થતા પાણીજન્ય રોગચાળો ન ફેલાય તેની તકેદારી રૂપે આ આદેશ આપવામાં આવ્યો છે. ચેકિંગ દરમિયાન જો લિકેજ મળે તો 24 કલાકમાં ફોલ્ટ દૂર કરવાની સૂચના આપવામાં આવી છે. જિલ્લાની દરેક નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયત પાસેથી પાણી અને ગટર લાઇનના નકશા પણ મંગાવવામાં આવ્યા છે. આના પરથી પાણીની લાઈન કેટલી જૂની છે તેની માહિતી તેમજ તે વિસ્તારમાં અગાઉ ફાટી નીકળેલા રોગચાળા અંગે પણ રીવ્યૂ કરવામાં આવશે.
First published: June 29, 2019, 8:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading