Home /News /madhya-gujarat /સૂર્યદેવ કોપાયમાનઃ આગામી બે દિવસ રાજ્યમાં હિટવેવની આગાહી

સૂર્યદેવ કોપાયમાનઃ આગામી બે દિવસ રાજ્યમાં હિટવેવની આગાહી

    રાજ્યમાં ગરમીએ પોતાના તેવર બતાવવનું શરૂ કરી દીધું છે. ગરમીનો પારો સતત દિવસેને દિવસે ઉપર જઈ રહ્યો છે. ત્યારે આજે પણ સમગ્ર રાજ્યમાં હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ આગામી 2 દિવસ સુધી રાજ્યભરમાં હિટેવેવની સ્થિતિ રહેશે.  સૌરાષ્ટ્ર કચ્છમાં પણ હિટવેવ યથાવત્ રહેશે. લોકોને આગામી 2 દિવસ સુધી ગરમીનો મારો સહન કરવો પડશે. જેથી લોકોને કામ સિવાય બહાર ન નીકળવા સુચના આપવામા આવી છે.

    હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે સોમવારે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હીટવેવ રહેશે જ્યારે મંગળવારે ગુજરાતભરમાં હીટવેવ રહેશે. આ સાથે જ આગામી દિવસોમાં ગરમીનો પારો વધું ઉંચે જાય તેવી પણ શક્યા છે. જેથી ગરમીથી બચવા જરૂરી ન હોય તો બપોરના સમયે બહાર ન નિકળવા ઉપરાંત યોગ્ય પગલાં લેવા સલાહ આપવામાં આવી છે.

    રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન ?
    શહેરતાપામાન
    સુરેન્દ્રનગર42.8
    અમરેલી42.0
    રાજકોટ41.5
    ભૂજ41.4
    ગાંધીનગર40.5
    વડોદરા41.4
    અમદાવાદ40.2
    સુરત39.4
    ડિસા4.0

    આમ સૌથી વધારે ગરમ શહેર 42.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રહ્યું છે. જ્યારે સુરતમાં સૌથી ઓછુ તાપમાન 39.4 ડિગ્રી નોંધાયું છે. જેથી હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 દિવસ સુધી હિટવેવની આગાહી કરવામા આવી છે.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Heatwave, હવામાન

    विज्ञापन
    विज्ञापन