Home /News /madhya-gujarat /આગામી 5 દિવસ સુધી રહેશે ગરમીનો પ્રકોપ, અમદાવાદમાં યલૉ એલર્ટ

આગામી 5 દિવસ સુધી રહેશે ગરમીનો પ્રકોપ, અમદાવાદમાં યલૉ એલર્ટ

    રાજ્યમાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં પણ ગરમીનો પ્રમાણ વધે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

    હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા છે. હીટ એક્શન પ્લાન મુજબ અમદાવાદમાં આગામી 3 દિવસ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો સમગ્ર રાજ્યમાં 41થી 43 ડિગ્રીની તાપમાનની આગાહી કરવામાં આવી રહી છે. આમ મે મહિનામાં કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. સૂર્યદેવ આકાશમાંથી જાણે અગનગોળા વરસાવી રહ્યા હોયે તેવી અસહ્ય ગરમી લોકો સહન કરી રહ્યાં છે.

    ગરમીથી બચવા માટે શું કરશો?

    • ગરમીથી બચવા માટે ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું

    • શરીર અને માથું ઢંકાય તે રીતે સુતરાઉ કપડા પહેરવા.

    • તાપથી બચવા ટોપી, ચશ્મા અને છત્રીનો ઉપયોગ પણ કરવો.

    • સીધા તાપથી બચવા માટે ભીના કપડાથી માથુ ઢાંકીને રાકવું. જેનાથી ગરમીથી બચી શકાશે.

    • આ ઉપરાંત ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન નીચું આવ્યા બાદ જ નહાવું.

    • ગરમીમાંથી આવ્યા બાદ તરત જ ઠંડુ પાણી પીવાનું પણ ટાળવું જોઈએ.


    લૂ ન લાગે તે માટે શું કરવું જોઈએ?

    • ગરમીના દિવસોમાં પાણી, લીંબુ શરબત, છાશ, અને નાળિયેરનું પાણી વધારે પીવું.

    • વરિયાળી, કાચી કેરી, ગુલાબ અને કાળી દ્રાક્ષનું સરબત પીવું જોઈએ.


    લૂ લાગવાના લક્ષણો

    • માથા અને પગની પિંડીઓમાં દુઃખાવો થવો

    • ઊલ્ટી, ઊબકા અને ચક્કર આવવા

    • આંખે અંધારા આવવા

    • બેભાન થઈ જવું

    • ખૂબ તરસ લાગવી


    આમ ગરમીના દિવસોમાં બને તો ઉપવાસ કરવાનું ટાળવું જોઈએ...
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Garmi, Heatwave, અમદાવાદ

    विज्ञापन
    विज्ञापन