Home /News /madhya-gujarat /તાપનો તમાચો: રાજ્યમાં 42 થી 43 ડિગ્રી તાપમાન સાથે બફારાનું પ્રમાણ વધશે

તાપનો તમાચો: રાજ્યમાં 42 થી 43 ડિગ્રી તાપમાન સાથે બફારાનું પ્રમાણ વધશે

    ગુજરાતમાં અતિશય કાળઝાળ ગરમી પડી રહી છે. અંગ દઝાડતી ગરમીમાં લોકોને ચક્કર, ઉલટી થવાના બનાવો બની રહ્યાં છે. પારાવાર ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ત્યારે આગામી સમયમાં રાજ્યમાં 42થી 43 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. આ સાથએ પવનમાં ભેજ વધતા બફારાનું પ્રમાણ વધશે.

    અમદાવાદમાં 41 ડિગ્રીની આસપાસ તાપમાન રહે તેવી સંભાવના છે આમ જના કારણે તાપમાન નીચું રહેવા છતાં ગરમી વધશે. જેને લઈને લોકોને ગરમીનો મારો સહન કરવો પડશે.

    રાજ્યના અન્ય શહેરોના તાપમાન પર એક નજર કરીએ...
    શહેરતાપમાન
    અમદાવાદ42.6
    રાજકોટ42.9
    સુરેન્દ્રનગર42.8
    ગાંધીનગર42.6
    વડોદરા40.6
    ભુજ40.4
    કંડલા એરપોર્ટ42.2

    તો વધતી જતી ગરમીના કારણે લોકો બિમાર થઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયેલા કેસ વિશે વાત કરીએ તો...

    કેસ                                       સંખ્યા

    શરદી-ઉધરસ-તાવ             189
    મરડો                                        7
    ઝાડા-ઉલટી                          112
    મેલેરિયા                                  1
    ટાઈફોઈડ-તાવ                     5
    કમળો-તાવ                            2
    અન્ય                                        26
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Garmi, Heatwave, હવામાન

    विज्ञापन
    विज्ञापन