Home /News /madhya-gujarat /

Heatstroke: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોક વોર્ડ તૈયાર કરાયો, ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો

Heatstroke: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોક વોર્ડ તૈયાર કરાયો, ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો

સિવિલ હોસ્પિટલ ફાઈલ તસવીર

Ahmedabad News: ગરમીના કારણે લોકોને ચક્કર આવવા, બીપી હાઈ અથવા લો થવી, ઝાડા ઉલટી સહિતના કેસમાં વધારો થાય છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad civil hospital) ઝાડા - ઉલ્ટી, તેમજ હિપેટાઈટિસના કેસો વધ્યા.

અમદાવાદઃ ગુજરાતમાં (Gujarat) કાળઝાળ (Heatstroke) ગરમી પડી રહી છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગરમીના કારણે ઝાડા ઉલ્ટીના કેસની સંખ્યા પણ વધી છે. ગરમીના કારણે લોકોને ચક્કર આવવા, બીપી હાઈ અથવા લો થવી, ઝાડા ઉલટી સહિતના કેસમાં વધારો થાય છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad civil hospital) ઝાડા - ઉલ્ટી, તેમજ હિપેટાઈટિસના કેસો વધ્યા. અસારવા સિવિલમાં હિપેટાઇટિસના (Hepatitis) 130 કેસો માત્ર 20 દિવસમાં નોંધાયા છે, માર્ચ મહિનામાં 157 કેસો નોંધાયા હતા.

ઝાડા - ઉલ્ટીના 40 કેસો અસારવા સિવિલમાં એપ્રિલ મહિનાના 20 દિવસમાં નોંધાયા છે.તો માર્ચ મહિનામાં 41 કેસો નોંધાયા હતા. એટલે ગરમી વધતા ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો થઈ રહ્યો છે તેમજ અમદાવાદ સિવિલમાં અલાયદો હીટસ્ટ્રોક વોર્ડ તૈયાર કરાયો

સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડોકટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે ગરમી વધી રહી છે.સિવિલ હોસ્પિટલમાં લોકો સારવાર લેવા આવતા હોય દર્દી સાથે તેના પરિવારના લોકો પણ આવતા હોય છે. આવતા જતા લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદ મેડિસિટીમાં ઇ રીક્ષા ફરી રહી છે.જે સવારે 10 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ફરતી રહે છે. જેમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે..જે લોકોને પાણી પીવું હોય તે પી શકે. તેમજ અલાયદો હીટસ્ટ્રોક વોર્ડ તૈયાર કરાયો છેજો કે હજુ સુધી કોઈ હિટસ્ટ્રોકની અસર થઈ હોય તેવો કેસ નોંધાયો નથી.

આ પણ વાંચોઃ-રાજકોટઃ સગીરાની એકલાતનો લાભ લઈને નરાધમે આચર્યું દુષ્કર્મ, પેટમાં દુઃખાવો ઉપડતાં પાંચ માસનો ગર્ભવતી નિકળી

પરંતુ ઝાડા ઉલ્ટીના અને હિપેટાઇટિસના કેસમાં વધારો થયો છે જો કે ગરમીથી બચવા માટે સલાહ પણ આપી છે કે હિટવેવ હોય ત્યારે બપોરના સમયે કામ વગર બહાર નીકળવું જોઈએ નહીં. પાણી વધુ પીવું જોઈએ. જેના કારણે ડી હાઇડ્રેશન ન થાય બહારનું કે વાસી ખોરાક લેવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચોઃ-Prostituion: સુરતમાં ફરી એકવાર મીની થાઈલેન્ડ ઝડપાયું, આઠ વિદેશી યુવતીઓ સાથે ચારની ધરપકડ

રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉતરના પવન ફૂંકાય રહ્યા છે જેના કારણે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. અને આગામી 5 દિવસ હિટવેવની આગાહી કરવામાં છે.ત્યારે લોકોએ પોતાના સ્વાસ્થ્ય વિશેષ કાળજી રાખવી જરૂરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Gujarati news, Summer

આગામી સમાચાર