ગુજરાતમાં મતદાનના દિવસે હિટવેવની આગાહી, ઉમેદવારોની ચિંતામાં વધારો

News18 Gujarati
Updated: April 20, 2019, 7:23 PM IST
ગુજરાતમાં મતદાનના દિવસે હિટવેવની આગાહી, ઉમેદવારોની ચિંતામાં વધારો
ફાઇલ તસવિર

આગામી 23મી એપ્રિલના દિવસે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોનું મતદાન થવા જઇ રહ્યું છે. તો હવામાન વિભાગે આ દિવસે હિટવેવની આગાહી કરી છે.

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના આડે કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી પ્રચાર પણ જોરશોરથી થઇ રહ્યો છે. ગુજરાતમાં તમામ પક્ષોના પ્રચારનું જોર પણ વધી રહ્યા છે તો સાથે સાથે ગરમીના પારો પણ ઉંચકાઇ રહ્યો છે. આગામી 23મી એપ્રિલના દિવસે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોનું મતદાન થવા જઇ રહ્યું છે. તો હવામાન વિભાગે આ દિવસે હિટવેવની આગાહી કરી છે. જેના પગલે ઉમેદવારોમાં ચિતા સેવાઇ રહી છે કે આ દિવસે મતદાન ઓછું થઇ શકે છે.

હવામાન વિભાગએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ઉતર પશ્ચિમ તરફના પવનો ફુકાતાની સાથે ગરમી વધારો થશે. ગુજરાતના દરિયા કિનારે ગરમ પવન ફુકાશે.પોરબંદર,દિવ,વેરાવળમાં હિટવેવની સ્થિતિ રહેશે..રાજસ્થાનના રણ પરથી આવતા સુકા અને ગરમ પવનના કારણે રાજ્યના તાપમાનમાં પણ નોંધપાત્ર વધારો થશે. આગામી દિવસોમાં 2થી 3 ડિગ્રી તાપમાન વધશે. અને આગામી 5 દિવસ હિટવેવની સ્થિતિ રહેશે હવામાન વિભાગની આગાહીના કારણે ઉમેદવારોની ચિંતામા વધારો થયો છે.

ઉલેખનીય છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણ રાજ્યના વાતાવરણમા પલટો આવ્યો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડા પવનો પ્રસર્યા હતા. આમ રાજ્યના મહત્તમ તાપમાનમાં નોંઘપાત્ર ઘટાડો થયો હતો. જેથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. પરંતુ પવનની દિશા બદલાતા ગરમીના પ્રમાણમા ફરી વધારો થશે.
First published: April 20, 2019, 6:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading