ગુજરાતમાં આગામી બે દિવસ પવન સાથે ગરમીનો રહેશે કહેર

News18 Gujarati
Updated: May 11, 2020, 8:28 AM IST
ગુજરાતમાં આગામી બે દિવસ પવન સાથે ગરમીનો રહેશે કહેર
રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 1.9 ડિગ્રી વધીને 27.9 ડિગ્રી નોંધાયું હતું.

રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 1.9 ડિગ્રી વધીને 27.9 ડિગ્રી નોંધાયું હતું.

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં  (Gujarat) એકતરફ કોરોનાનો  (Coronavirus) કહેર વ્યાપ્યો છે જ્યારે બીજી તરફ ગરમીનો (summer) પ્રકોપ વધ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western disturbance) અને સાઇક્લોનિક સરક્યુલેશનના કારણે ઉત્તર-પશ્ચિમ ભારતનાં વિવિધ શહેરોમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જ્યારે રાજ્યમાં પ્રવર્તતા પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમના પવનને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં 7 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રી પાર કરી ગયો હતો. રવિવારે સમગ્ર રાજ્યમાં 43.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર બન્યું હતું.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી બે દિવસોમાં રાજ્યનાં વિવિધ શહેરોમાં ગરમી વધવશે આ સાથે પવનની ગતિ વધવાની શક્યતા છે. હવામાન વિભાગનાં આંકડા પ્રમાણે, રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 1.9 ડિગ્રી વધીને 27.9 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સુરેન્દ્રનગરમાં 43.3, રાજકોટમાં 43.0, અમરેલીમાં 42.6, ગાંધીનગરમાં 42.0, વડોદરામાં 41.3, ડીસામાં 41.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સરક્યુલેશનની અસરોથી આગામી 24 કલાક દરમિયાન ભારે પવન ફૂંકાવાની સાથે ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે.

આ પણ વાંચો : રાહતનાં સમાચાર: ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં ડિસ્ચાર્જ રેટ ડબલ કરતા પણ વધીને થયો 32.64 %

હવામાન વિભાગે મે મહિનામાં કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી હતી. જેમા તેમણે કહ્યું હતું કે, મે મહિનાના પ્રથમ સપ્તાહમાં આકરી ગરમી રહેશે. ગરમી 43 ડિગ્રીને પાર જવાની શક્યતા. સપ્તાહના અંતમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે આંધી જેવું વાતાવરણ સર્જાય. જ્યારે બીજા સપ્તાહમાં ભારે પવન સાથે ગરમી લાગશે. સપ્તાહના અંતમાં ગરમ લાહ્ય પવન ફૂંકાવાની સાથે આંશિક વાદળછાયું વાતાવરણ સર્જાઇ શકે. આ દરમિયાન છુટાછવાયા વિસ્તારોમાં છાંટા પડવાની શક્યતા. આ સાથે ત્રીજા સપ્તાહની શરૂઆતમાં ગરમ લાહ્ય પવન ફૂંકાવાની સાથે રેકોર્ડબ્રેક ગરમીની શક્યતા દર્શાવી હતી. સપ્તાહના અંતમાં ઉત્તર ગુજરાતમાં ભારે પવન વચ્ચે ધૂળની આંધી જેવું વાતાવરણ બને. આ સાથે ચોથા સપ્તાહમાં આખુ સપ્તાહ આંશિક વાદળછાયું રહેવાના કારણે ગરમી સાથે ભારે ઉકળાટનો સામનો કરવો પડે. ઉત્તર ગુજરાતના એક બે વિસ્તારોમાં છુટાછવાયાં ઝાંપટાં પડી શકે.

આ પણ જુઓ-  
First published: May 11, 2020, 8:28 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading