કોરોનાનાં કહેર સાથે ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં 4 ડિગ્રી તાપમાન વધશે, કચ્છ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ

News18 Gujarati
Updated: April 12, 2020, 8:35 AM IST
કોરોનાનાં કહેર સાથે ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં 4 ડિગ્રી તાપમાન વધશે, કચ્છ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
રાજ્યમાં ઉત્તર-પશ્ચિમના પવનના કારણે ગરમીનો પ્રકોપ વધશે.

રાજ્યમાં ઉત્તર-પશ્ચિમના પવનના કારણે ગરમીનો પ્રકોપ વધશે.

  • Share this:
અમદાવાદ : એકબાજુ કોરોનાનો (coronavirus) કેર ચાલી રહ્યો છે જેના કારણે તમામ લોકો ઘરમાં જ રહે છે. ત્યારે બીજી બાજુ બે દિવસ ગરમીનું (heat wave) પ્રભુત્વ પણ વધવા લાગશે. રાજ્યમાં ઉત્તર-પશ્ચિમના પવનના કારણે ગરમીનો પ્રકોપ વધશે. હવામાન વિભાગે આજથી સૌરાષ્ટ્ર-કચ્છમાં યેલો એલર્ટ (yellow aert) જાહેર કરી છે. તેમજ સાબરકાંઠા, બનાસકાંઠા, ક્ચ્છ, પોરબંદર, રાજકોટ,સુરેન્દ્રનગર અને ભાવનગરમાં હિટવેવની આગાહી કરી છે. ગઇકાલે અમદાવાદનું (Ahmedabad) મહત્તમ તાપમાન 42 ડિગ્રી હતું. જે વર્તમાન સિઝનનો હોટેસ્ટ દિવસ હતો. પરંતુ આજથી બે દિવસ 3થી 4 ડિગ્રી મહત્તમ તાપમાનમાં વધવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે. રાજ્યમાં ઉત્તર-પશ્ચિમ-ઉત્તરના પવન ફૂંકાશે. જેના કારણે 3 દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો વધારો થઇ શકે છે. આગામી સોમવાર-મંગળવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા-સાબરકાંઠા, સૌરાષ્ટ્રના ભાવનગર-પોરબંદર-રાજકોટ-સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે.'

મહત્વનું છે કે, શનિવારે એટલે ગઇકાલે અમદાવાદ સહિત 10 શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીથી વધારે રહ્યો હતો. અમદાવાદમાં 42 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હવે ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન આનાથી પણ વધારે પહોંચી શકે છે. અમદાવાદમાં માત્ર 24 કલાકમાં ગરમીનો પારો 3 ડિગ્રીથી પણ વધુ વધ્યો છે. શુક્રવારે ગરમીનું પ્રમાણ 38.6 ડિગ્રી હતુ.

આ પણ વાંચો - વડોદરાનાં રેડઝોન જાહેર કરેલા વિસ્તારમાંથી સાત વ્યક્તિઓ ડભોઇ ભાગી ગયા અને પછી..

નોંધનીય છે કે, લૉકડાઉનમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. જેના કારણે લોકો ઘરની બહાર જ જતા નથી હોતા. સામાન્ય રીતે યલૉ એલર્ટનાં સંજોગોમાં સગર્ભા બહેનો, નાના બાળકો, વૃધ્ધો અને અશકત લોકોએ શકય હોય ત્યાં સુધી તડકામાં બહાર જવાનું ટાળવું. દરેક વ્યકિતએ પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવાનું રાખવું તથા પૌષ્ટિક આહાર જ લેવો. જો અનિવાર્ય સંજોગોમાં તડકામાં બહાર જવાનું થાય તો હલકા કપડા, ટોપી કે છત્રી અને ગોગલ્સ અવશ્ય પહેરવા.

આ પણ જુઓ - 
First published: April 12, 2020, 8:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading