સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ હિટવેવની આગાહી, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ

સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ હિટવેવની આગાહી, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ
પ્રતિકાત્મક તસવીર

47.08 ડિગ્રી ગરમી સાથે મહારાષ્ટ્રનું ચંદ્રપુર વિશ્વના સૌથી ગરમ સ્થળ તરીકે નોંધાયું

 • Share this:
  વિભુ પટેલ, અમદાવાદ : મે મહિનાના અંતમાં ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે અને રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી બે દિવસ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં હિટવેવની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં હિટવેવ તો અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

  રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યાં હોવાના કારણે ગરમીનું પ્રમાણ જોવા મળ્યું છે. ગઈકાલે રાજ્યના 7-8 શહેરોનું તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું અને હજુ પણ બે દિવસ આ સ્થિતી યથાવત રહે તેવી શક્યતા છે અને સૌરાષ્ટ્રમાં હિટવેવની સ્થિતી બની રહેશે. રાજ્યના રાજકોટ, સુરેન્દ્રનગર અમરેલી સહિતના શહેરોમાં 44 ડિગ્રી તાપમાન નોંધાય તેવી વકી છે.  અમદાવાદ શહેરમાં પણ આગામી બે દિવસ ગરમીનો પારો ઊંચો જશે. અમદાવાદમાં આગામી બે દિવસ 43-45 ડિગ્રીની વચ્ચે તાપમાન નોંધાય તેવી શક્યતા છે, જેના પગલે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં મંગળવારે 47.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જેના પગલે મંગળવારે ચંદ્રપુર વિશ્વનું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું.

   
  First published:May 29, 2019, 10:10 am

  टॉप स्टोरीज