કોરોના પર હાઇકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી, લગ્નમાં 50 લોકોની સંખ્યા ઘટાડવાની કરાઇ રજૂઆત

કોરોના પર હાઇકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી, લગ્નમાં 50 લોકોની સંખ્યા ઘટાડવાની કરાઇ રજૂઆત
કોરોના પર હાઇકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી, લગ્નમાં 50 લોકોની સંખ્યા ઘટાડવાની કરાઇ રજૂઆત

કોરોના મુદ્દે થયેલી સુઓમોટોની અરજીમાં રાજ્ય સરકારે 56 પેજ નું સોગંદનામું રજૂ કર્યું

  • Share this:
અમદાવાદ : કોરોના મુદ્દે થયેલી સુઓમોટોની અરજીમાં રાજ્ય સરકારે આજે 56 પેજ નું સોગંદનામું રજૂ કર્યું હતું. જે બાબતે અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી શરૂઆતમાં જ ભરૂચની કોવિડ હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગના મામલે દલીલો શરૂ થઈ હતી. જેમાં પણ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે આજે 29 પેજનું સોગંદનામું રજૂ કર્યું હતું. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને વેધક સવાલ પૂછતાં જણાવ્યું કે સોગંદનામામાં ભરૂચ મનપાને પક્ષકાર તરીકે કેમ નથી જોડ્યા. આ સાથે જ નવા બિલ્ડીંગમાં એન.ઓ.સી નથી તેમ છતાં પણ હોસ્પિટલ ચલાવવી તે કેટલા અંશે યોગ્ય છે. આ સાથે જ અરજદારે જણાવ્યું કે રાજ્યમાં આ સાતમો બનાવ છે કે જેમાં હોસ્પિટલમાં આગ લાગી છે.

ભરૂચ આગ મામલે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે સરકાર આ મુદ્દે તપાસ કરી રહી છે. રાજ્ય સરકારની તપાસ પારદર્શક છે. અગ્નિકાંડમાં 18 લોકોના મૃત્યુ થયા તેનું સરકારને પણ દુઃખ છે. ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની નિમણૂક કરાઇ છે જે આવનારા દિવસોમાં અહેવાલ રજૂ કરશે. ભરૂચ આગ મામલે કોર્ટે કહ્યું હતુ કે સરકાર જવાબદાર લોકો સામે કાર્યવાહી ક્યારે કરશે. સરકારની તમામ કાર્યવાહી કાગળ પર જ હોય છે. આજની તારીખે તમે શું કરશો તે જણાવો. છેલ્લા કેટલાય સમયથી કોર્ટ તમને આ જ વાત કહી છે. સચિવાલયમાં બેઠેલા લોકોને શું ખબર હોય છે. સરકાર થકી હોસ્પિટલોમાં ચેકિંગ નથી કરતું તેઓના વિરૂદ્ધ કન્ટેમ્પ ઓફ કોર્ટ અંતર્ગત કાર્યવાહી કરો.આ પણ વાંચો - વલસાડ : 42500 રૂપિયા પડાવી લીધા તો પણ મોતના સોદાગરે ઇન્જેક્શન ના આપ્યું, દર્દીનું મોત

એડવોકેટ એસોસિએશન વતી શાલીન મહેતાએ રજૂઆત કરી હતી કે ગ્રામ્ય વિસ્તારોમાં હવે લોકો સ્થળાંતરિત કરી રહ્યા છે. કોરોનાના કેસ રાજ્યમાં ઘટ્યા છે. લગ્ન સમારોહમાં હજુ પંદર દિવસ પ્રતિબંધ મૂકવાની જરૂર છે. લગ્ન સમારોહમાં પચાસની સંખ્યામાં ઘટાડો કરવો જોઇએ. અંતિમ યાત્રા અને અંતિમ વિધિની સંખ્યામાં પણ ઘટાડો કરવો જોઇએ. ત્યારે કોર્ટે કીધું કે વાત સાચી છે લગ્ન સમારોહમાં પણ 50થી ઓછા લોકોની મંજૂરી મળવી જોઈએ. ત્યારે આ બાબતે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઇકોર્ટ સમક્ષ જણાવ્યું કે લગ્ન સમારંભની સંખ્યામાં ઘટાડો કરવાની વાત અંગે સરકાર વિચારણા કરશે અને જરૂર જણાશે તો સરકાર ચોક્કસ એ દિશામાં પગલાં ભરશે.

રાજ્ય સરકારે સોગંદનામું મોડી સાંજે રજૂ કર્યું જેને લઇને ગુજરાત હાઇકોર્ટ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સરકારી વકીલ મનીષા લવકુમારની પણ હાઇકોર્ટે ઝાટકણી કાઢી હતી. એફિડેવિટના પેજમાં સ્ટેપ્લર પણ મારેલા નથી અને યોગ્ય ફાઈલિંગ પણ કરેલું નથી. હાઈકોર્ટે જણાવ્યું કે સોગંદનામું હંમેશા ઓફિસે જ ફાઇલ કરવું જોઈએ. જો નિવાસ્થાને સોગંદનામું ફાઇલ કરવા આવો છો તો સંબંધિત અધિકારીની ઉપસ્થિતિ ફરજિયાત છે. હાઈકોર્ટે જણાવ્યું કે સોગંદનામુ જે માળખામાં રજૂ કર્યું તે યોગ્ય નથી.

હાઇકોર્ટે સમક્ષ એડવોકેટ એસો.વતી પર્શિ કેવિનાની રજૂઆત કરતા કહ્યું હતું કે સોગંદનામું હંમેશા 12 કલાક પહેલા મળવું જોઈએ. સોગંદનામું યોગ્ય સમયે મળે તો રજૂ કરેલા તથ્યોનો અભ્યાસ કરી શકાય.

ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કર્યું પરંતુ તે સોગંદનામાની કેટલીક બાબતોને લઈને આજે ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી તથા સરકારી વકીલ મનીષા લવકુમારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી સોગંદનામુ ફાઇલ કરવાની જે પ્રોસેસ હોય છે તે પ્રોસેસની પણ સંપૂર્ણ રીતે ફોલો નથી કરાઈ તેઓ કોર્ટે ટાંક્યું હતું. આ સાથે જ એડવોકેટ એસોસિએશન તરફથી પણ એવી રજૂઆત હતી કે સોગંદનામું રાત્રે બાર વાગ્યે ફાઇલ કરવામાં આવ્યું છે જેથી સોગંદનામાનો અભ્યાસ કરવા માટે સમય જોઈશે. આ સાથે જ જો સોગંદનામું યોગ્ય સમયે રજુ કરે તો તેના તથ્યોનો અભ્યાસ કરી શકાય આ તમામ બાબતોને ધ્યાને રાખીને કોરોના મુદ્દે થયેલી સુઓમોટો ની અરજીની વધુ સુનાવણી આવતા સપ્તાહે હાથ ધરાશે.
Published by:Ashish Goyal
First published:May 11, 2021, 17:47 pm

ટૉપ ન્યૂઝ