પોકરને જુગાર તરીકે ન ગણવાની અરજી પર હાઇકોર્ટમાં 19મી ડિસેમ્બરથી રોજ સુનાવણી

News18 Gujarati
Updated: November 19, 2019, 11:16 PM IST
પોકરને જુગાર તરીકે ન ગણવાની અરજી પર હાઇકોર્ટમાં 19મી ડિસેમ્બરથી રોજ સુનાવણી
પોકરને જુગાર તરીકે ન ગણવાની અરજી પર હાઇકોર્ટમાં 19મી ડિસેમ્બરથી રોજ સુનાવણી

ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે કે પોકર એ કૌશલ્ય અંગેની રમત છે. તેને જુગારના દ્રષ્ટિકોણથી ન જોવી જોઇએ

  • Share this:
અમદાવાદ : પોકરને જુગાર તરીકે ન ગણવા અને ગુજરાતમાં આ રમત રમવા માટેની પરવાનગી માગતી અપીલો પર ગુજરાત હાઇકોર્ટમાં 19મી ડિસેમ્બરથી રોજીંદા ધોરણે સુનાવણી હાથ ધરાશે. ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠ પોકર અંગે થયેલી ચારેય લેટર્સ પેટન્ટ અપીલો સાંભળશે.
ઇન્ડિયન પોકર એસોસિએશન, ડોમિનન્સ ગેમ્સ પ્રાઇવેટ લિમિટેડ, અમન છાબરા અને અમદાવાદની રમાડા હોટલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે કે પોકર એ કૌશલ્ય અંગેની રમત છે. તેને જુગારના દ્રષ્ટિકોણથી ન જોવી જોઇએ. તેથી આ રમત અંગે કોઇ પ્રતિબંધ ન હોવા જોઇએ.

આ પણ વાંચો - ગાંધી સંકલ્પ યાત્રામાં અલ્પેશ ઠાકોરની સૂચક ગેરહાજરી

ડિસેમ્બર-2017માં હાઇકોર્ટના સિંગલ જજ સમક્ષ આ અંગે અરજી કરવામાં આવી હતી. સિંગલ જજે આ અરજીઓ ફગાવી ચુકાદો આપ્યો હતો કે આ રમત ચાન્સ આધારિત છે અને જુગારની પરિભાષામાં આવે છે. જેથી સિંગલ જજના આદેશ સામે ડિવીઝન બેંચમાં અપીલ કરવામાં આવી છે. ડિવીઝન બેન્ચે આ અપીલોની 19મી ડિસેમ્બરથી રોજીંદી સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે.
First published: November 19, 2019, 11:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading