આરોગ્ય વિભાગની તવાઇઃ રાજ્યભરમાં 40 દૂધ ઉત્પાદકો ઉપર દરોડા, સેમ્પલ લેવાયા

News18 Gujarati
Updated: May 5, 2018, 12:40 PM IST
આરોગ્ય વિભાગની તવાઇઃ રાજ્યભરમાં 40 દૂધ ઉત્પાદકો ઉપર દરોડા, સેમ્પલ લેવાયા

  • Share this:
ઉનાળોએ પોતાનો આકરુ સ્વરૂપ ધારણ કર્યું છે તો બીજી તરફ માર્કેટમાં ઠંડાપીણા અને દૂધની બનાવટોની ભેળસેળના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ગુજરાત સરકારનું આરોગ્ય ખાતું પણ સફાળું જાગ્યું હોય એમ આજે રાજ્યભરમાં દૂધની ડેરીઓ ઉપર દરોડા પાડી રહ્યું છે. રાજ્યમાં આશરે 40થી વધુ દૂધ ઉત્પાદકોને ત્યાં આરોગ્ય ખઆતું ત્રાટક્યું છે. મળતી માહિતી પ્રમાણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું રાજ્યવ્યાપી અભિયાનને પાર પાડવા માટે આશરે 60 જેટલી ટીમો બનાવી છે. રાજ્યના ચારે ખૂણામાં આરોગ્ય વિભાગે દૂધના ઉત્પાદકો ઉપર તવાઇ બોલાઇ હતી. દૂધ ઉત્પાદકોના ત્યાં દૂધના સેમ્પલ લેવાયા હતા. ઉલ્લેખનીય છે કે, એક મહિના પગલે પણ આરોગ્ય વિભાગે રાજ્યવ્યાપી અભિયાન હાથધર્યું હતું. જેમાં 70 ટકા દૂધમાં પાણીની ઇતિશય ભેળસેળ જોવા મળી હતી. જોકે, એક સાથે દૂધના ઉત્પાદકોમાં આરોગ્ય વિભાગ ત્રાટકતા વેપારીઓમાં ફફઢાટ ફેલાયો હતો.

મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર આરોગ્ય ખાતાના આદેશને પગલે ગુજરાતના તમામ નાના મોટા શહેરોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ છે. ઉનાળામાં માર્કેટમાં વેંચાતી મોટા ભાગની દૂધની આઇટમોમાં ભેળસેળની ફરિયાદો મળી રહી હતી. વેપારીઓ સિઝનમાં વધારે નફો રળવા દૂધી બનાવટોમાં માટી માત્રામાં ભેળસેળ કરી રહ્યા છે. ગુજરાતમાં પંચમહાલ, જૂનાગઢ, વડોદરા અનેક નાનામોટા શહેરોમાં આરોગ્ય વિભાગે વહેલી સવારથી જ તપાસ હાથધરી છે.વડોદરા, જૂનાગઢ, પંચમહાલ સહિત અનેક જગ્યાએ ત્રાટક્યું આરોગ્ય ખાતું

વધુ મળતી માહિતી પ્રમાણે વડોદરામાં આરોગ્ય વિભાગે દૂધના વેચાણ કેન્દ્ર ઉપર વહેલી સવારથી જ કામગીરી શરૂ કરી દીધી છે. વિવિધ ટીમો દ્વારા અલગ અલગ સ્થાનિક ડેરીઓ ઉપર ટીમોએ ચકાસણી કરી હતી. આ જગ્યાઓ ઉપરથી દૂધના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દૂધના વેપારીઓ ઉપર તવાઇ બોલાવી હતી. આરોગ્ય વિભાગે કેશોદના બામનાસામાં પાંચ ડેરીઓ ઉપર ચેકિંગ હાથધર્યું હતું. જ્યાંથી તેણમે દૂધના સેમ્પલ એકઠાં કર્યા હતા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કેશોદમાં ફૂડપોઇઝિંનિંગના કિસ્સાઓ સામે આવતા આ કાર્યવાહી હાથધરવામાં આવી છે. દૂધના સેમ્પલોને લેબમાં મોકલાયા છે. રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથધવામાં આવશે.

રાજ્ય વ્યાપી દરોડા માટે બનાવી 60થી વધી ટીમો

ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આજે શનિવારે દૂધના ઉત્પાદકો ઉપર રાજ્યવ્યાપી દરોડા પાડવાની કામગીરી હાથધરી છે. જેના માટે વિભાગ દ્વારા આશરે 60 જેટલી ટીમો બનાવવામાં આવી છે. આ ટીમોએ રાજ્યના અલગ અલગ 40 સ્થળોએ દરોડા પાડવાનું અભિયાન શરૂ કર્યું છે.

એક મહિના પહેલા ત્રાટક્યું હતું આરોગ્ય ખાતું

મળતી માહિતી પ્રમાણે એક મહિના પહેલા પણ આરોગ્ય ખાતું દૂધના વેપારીઓ ઉપર ત્રાટક્યું હતું. જેના પગલે આશરે 40 જેટલા ભેળસેળવાળા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મહિના પહેલા કરાયેલા અભિયાનમાં 250 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 70 ટકા દૂધમાં પાણીની અતિશય ભેળસેળ સામે આવી હતી.
First published: May 5, 2018, 12:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading