અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા 1600 મહિલાકર્મીઓનાં સ્વાસ્થ્યની તપાસ શરુ

News18 Gujarati
Updated: November 26, 2019, 5:48 PM IST
અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા 1600 મહિલાકર્મીઓનાં સ્વાસ્થ્યની તપાસ શરુ
મહિલા પોલીસ માટે હેલ્થ ચેકઅપ કાર્યક્રમ.

અમદાવાદ પોલીસ અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે યોજાયો કેમ્પ, દરરોજ 300થી વધુ મહિલા પોલીસ કર્મીઓના એચબી એસ્ટીમેશન સાથે સંપૂર્ણ બ્લડ કાઉન્ટ કરાશે.

  • Share this:
અમદાવાદ : પોલીસ અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે પોલીસ વિભાગમાં ફરજ બજાવતી 1612 મહિલા પોલીસ કર્મીઓના હેલ્થની તપાસ માટે મેડિકલ કેમ્પ શરુ થયો છે. 29 નવેમ્બર સુધી ચાલનારા આ મેડિકલ તપાસ કેમ્પમાં મહિલા પોલીસ કર્મચારીઓના એચબી એસ્ટીમેશન સાથે સંપૂર્ણ બ્લડ કાઉન્ટ કરાશે. અમદાવાદ મેડિકલ એસોસિએશનની ઓફિસ પર પ્રતિરોજ 300થી વધુ મહિલા પોલીસ કર્મચારીઓ પોતાના હેલ્થની તપાસ કરાવશે. સાથે સાથે મહિલા પોલીસ કર્મીઓમાં ઓર્ગન ડોનેશન અને બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે.

અમદાવાદ શહેરમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતી 1612 મહિલા પોલીસ કર્મચારીઓનાં આરોગ્યની તપાસ માટે અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા અને સંયુક્ત પોલીસ કમિશનર (સેક્ટર-2) નિપૂર્ણા તોરવણેએ મંજૂરી આપી છે. જેના પગલે અમદાવાદ મેડિકલ એસોસિએશનના તબીબો આ મહિલા કર્મચારીઓના આરોગ્યની તપાસ કરશે. ADDI CP નિપૂર્ણા તોરવણેનું કહેવું છે કે શહેરમાં 1612 મહિલા પોલીસ ખડેપગે સમાજ સેવામાં કાર્યરત રહે છે. મહિલા કર્મીઓ તેમની ફરજની સાથે સાથે પોતાના કુટુંબમાં પણ જવાબદારીઓ નિભાવતી હોય છે. તેથી તેમનું સારુ સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી તેમના આરોગ્યની તપાસ જરુરી છે. આ પ્રકારના કેમ્પને પગલે મહિલા કર્મીઓમાં ઓર્ગન ડોનેશન, બ્રેસ્ટ કેન્સર અને એનેમિક ઉણપ અંગે જાગૃતિ આવશે.અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર મોના દેસાઈએ જણાવ્યું કે સમાજમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. પહેલા 50થી વધુની વયની મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ જોવા મળતું હતું પણ હવે 20 વર્ષથી વધુની મહિલાઓમાં પણ બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. જે માટે આજની લાઈફ સ્ટાઈલ, અપૂરતી ઊંઘ, વધતો વર્કલોડ સહિતના કારણો જવાબદાર છે. બ્રેસ્ટ કેન્સરને શરુઆતના તબક્કામાં નિદાન થાય તો તેની સંપૂર્ણ સારવાર થઈ શકે છે અને મૃત્યુને ટાળી શકાય છે.બીજીતરફ ઓર્ગન ડોનેશન ને લઈને પણ અવેરનસ જરુરી છે. પ્રતિરોજ ભારતમાં 6 હજાર લોકોના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના અભાવે મૃત્યું થાય છે. આથી અંગદાનની જાગૃતિ આવે તે જરુરી છે. આ ઉપરાંત મહિલાઓના એચબી એસ્ટીમેશન સાથે સંપૂર્ણ બ્લડ કાઉન્ટ કરવામાં આવશે. કારણ કે એચ.બી ઓછુ હોવાના કારણે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને જેથી કોઈ પણ બીમારી લાગુ થઈ જવાની સંભાવના વધી જાય છે. જેથી સમયસર વધતા રોગનું નિદાન જરુરી છે.મહત્વનું છે કે અમદાવાદ મેડિકલ એસોસિએશનની ઓફિસ પર પ્રતિરોજ 300થી વધુ મહિલા પોલીસ કર્મચારીઓ પોતાના હેલ્થની તપાસ કરાવશે. પાંચ દિવસ બાદ આ તમામ મહિલા કર્મચારીઓના મેડિકલની તપાસનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જે અમદાવાદ પોલીસ કમિશનરને સોંપવામાં આવશે.
First published: November 26, 2019, 3:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading