Home /News /madhya-gujarat /

લો બોલો! મૃત્યુની ફરિયાદ નોંધવામાં પણ પોલીસને 10 હજાર રુપિયા જોઇએ

લો બોલો! મૃત્યુની ફરિયાદ નોંધવામાં પણ પોલીસને 10 હજાર રુપિયા જોઇએ

પ્રતિકાત્મક તસવીર

હેડ કોન્સ્ટેબલ સુજલ કાપડિયા અકસ્માતનો ગુનો નોંધતા કહ્યું કે તમારા પિતા રોંગ સાઈડમાં હોવાના કારણે અકસ્માત થયો હતો.

    ન્યૂઝ18 ગુજરાતી : અમદાવાદનાં આ કિસ્સો વાંચવાથી આપણને એકવાર ચોક્કસ એવું થાય કે પોલીસ સામાન્ય પ્રજાનાં આધાર માટે છે કે માત્ર ભ્રષ્ટાચાર માટે છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં (બી ડિવિઝન) ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે અકસ્માતથી મૃત્યુની ફરિયાદ દાખલ કરવા માટે 10 હજારની લાંચ માંગી. જેમાં એસીબીએ પોલીસ કર્મચારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

    એસીબીએ છટકું ગોઠવ્યું

    આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરનાં એક વ્યક્તિનાં પિતાનું અકસ્માતે મોત નીપજ્યું હતું. જેથી મૃતકનો પુત્ર મીઠાખળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવા માટે ગયા હતા. જ્યાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સુજલ કાપડિયા અકસ્માતનો ગુનો નોંધતા કહ્યું કે તમારા પિતા રોંગ સાઈડમાં હોવાના કારણે અકસ્માત થયો હતો. જેથી આ ફરિયાદ લઈ શકાય નહીં. જે બાદ સુજલે 10 હજાર આપો તો ફરિયાદ દાખલ કરીશ એમ કહ્યું હતું. આ અંગે નાગરિકે એસીબીને જાણ કરી હતી. જેથી એસીબીએ છટકું ગોઠવ્યું હતું.

    આ પણ વાંચો : વડોદરાઃ આરોપીને માર ન મારવા PSIએ માગી 35 હજારની લાંચ

    અંતે હેડ કોન્સ્ટેબલની ધરપકડ થઇ

    હેડ કોન્સ્ટેબલને શંકા જતાં સતેજ થઇ ગયા હતા અને રૂપિયા સ્વીકારવાની ના પાડી દીધી હતી. પરંતુ ફરિયાદી પાસે મોબાઇલ ફોન પર વાતચીતના રેકોડિંગ સહિતના પુરાવા હતા જેના આધારે એસીબીએ આરોપી પોલીસ સામે ડિમાન્ડનો કેસ કર્યો હતો. આ અંગે એસીબી ડિવાયએસપી, ડી.પી.ચૂડાસમાએ જણાવ્યું હતું કે હેડ કોન્સ્ટેબલ સુજલ કાપડિયાની ધરપકડ કરી લેવામાં આવી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Bribe, Gujarat police, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन