lockdown: આ ગુજરાતીની ટીમે અફાટ ઘૂઘવતા સમુદ્રમાં 68 દિવસ ફરજ બજાવી દેશનો ઉર્જા સ્ત્રોત અખંડ રાખ્યો


Updated: May 23, 2020, 3:33 PM IST
lockdown: આ ગુજરાતીની ટીમે અફાટ ઘૂઘવતા સમુદ્રમાં 68 દિવસ ફરજ બજાવી દેશનો ઉર્જા સ્ત્રોત અખંડ રાખ્યો
એન.જી.સી. ના દિલીપ સુંદરલાલ શાહ અને તેમના વડોદરાના 20 અધિકારીઓએ સતત 68 દિવસ સમુદ્રમાં કામ કર્યું

ઓ.એન.જી.સી. ના દિલીપ સુંદરલાલ શાહ અને તેમના વડોદરાના 20 અધિકારી - કર્મચારીઓએ લોક ડાઉનના પગલે કોઈ રિલીવર ના આવી શકતા...

  • Share this:
અમદાવાદ : કોરોના સંકટમાં વિવિધ ક્ષેત્રના લોકોએ વિવિધ રીતે સેવાઓ આપી કોરોના લડવૈયા તરીકે અનોખી ફરજ પરસ્તી બતાવી છે. તેમાં પણ દેશની નવરત્ન કંપની ઓ.એન.જી.સી. ના દિલીપ સુંદરલાલ શાહ અને તેમના વડોદરાના 20 અધિકારી - કર્મચારીઓએ લોક ડાઉનના પગલે કોઈ રિલીવર ના આવી શકતા, અરબી સમુદ્રના ઘૂઘવતા જળ વચ્ચે તેલ અને કુદરતી વાયુના શારકામ માટેના પ્લેટફોર્મ પર સતત 68 દિવસ સુધી અફાટ દરિયા વચ્ચે રહીને ફરજો બજાવીને એક ખૂબ અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે.

હેલ્થ સેફ્ટી એનવાયરનમેન્ટના નાયબ મહા પ્રબંધક તરીકે કાર્યરત દિલીપભાઈ એ કંપનીની નોકરીના 36 વર્ષ પૂરાં કર્યાં છે. તેમણે કહ્યું કે, અમારી શિફ્ટ 14 દિવસની હોય છે અને મને ઘણીવાર વધારાની જવાબદારી માટે રોકી લેવામાં આવે ત્યારે 18 દિવસ આ દરીયા વચ્ચેના, જેને ટેકનોલોજી પેલેસ તરીકે ઓળખાવી શકીએ એવા સ્થળે કામ કર્યું છે. આ પહેલા જ્યારે મારું આસામમાં પોસ્ટિંગ હતું ત્યારે સળંગ 28 દિવસની ડયુટી અને પરત આવવાના 2 દિવસ ઉમેરો તો એક મહિનો ફરજ માટે ઘર થી દુર રહ્યો છું. પરંતુ આ 68 દિવસ મારે માટે અને સાથીદારો માટે મેક્સિમમ લિમિટ બની ગયાં. પરંતુ અમારાં ચેરમેન એ અમને ઓઇલ વોરિયર્સ તરીકે બિરદાવ્યા ત્યારે અમે ખૂબ જ ગર્વ અનુભવ્યો એવી લાગણી વ્યક્ત કરતાં દિલીપભાઈ એ જણાવ્યું કે , અમે તો ઊર્જા સેવકો છીએ એ અભિગમ સાથે જ કામ કરીએ છે. લોક ડાઉનની આ સતત 68 દિવસની મેરેથોન ડયુટી દરમિયાન અમારી કંપનીએ અને સમગ્ર પ્રબંધક મંડળે પળે પળ અમારી ખૂબ કાળજી લઈને,કંપનીના એચ.આર.વિભાગ ના સંકલન થી અમારા પરિવારની કાળજી લઈને અમારો આત્મ વિશ્વાસ વધાર્યો,તો અમારાં પરિવારજનો એ આ સમય દરમિયાન તમે દેશનું,કંપનીનું કામ કરો અમે અમારી જરૂરી કાળજી લઈશું એવું પીઠબળ આપીને અમારું મનોબળ મજબુત કર્યું અને એટલે જ અમે આ કસોટીમાં સફળ થયાં.

દિલીપભાઈ અને વડોદરાના એમના 20 સાથી કર્મચારીઓ લોક ડાઉન શરૂ થયું ત્યારે દરિયામાં બોમ્બે હાઈ થી 40 કિલોમીટરના અંતરે આવેલી બેસિન એન્ડ સેટેલાઇટ એસેટ ખાતે કાર્યરત હતાં.એમને 14 દિવસ ફરજ બજાવવાની હતી, પરંતુ લોક ડાઉન જાહેર થતાં એમના રીલીવર આવી ન શક્યાં. આ એસેટ દેશ માટે સહુ થી વધુ ખનીજ તેલ અને કુદરતી વાયુનું ઉત્પાદન કરતી એસેટ પૈકી મોખરાની એસેટ છે. એટલે આ લોકોએ દેશ સેવાની ભાવના સાથે સળંગ 68 દિવસ દરિયાની વચ્ચે રહી ફરજો બજાવી.' કોરોનાનો વિચાર કરીએ તો અમે કદાચ જ્યાં વાઇરસનું સંક્રમણ ન પહોંચી શકે એવા સહુ થી વધુ સલામત લોકેશન પર હતાં' એવી લાગણી વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે તેમ છતાં, આ સ્થળે કોરોના ને લગતી તમામ તકેદારીઓ ચુસ્તપણે પાળવામાં આવી રહી છે.

આ જગ્યાએ એક તબીબ પણ ફરજ બજાવતાં હોય છે. અમે કર્મચારીઓ અને કામદારોને ,વિવિધ બેચમાં કોરોનાના લક્ષણો, હેન્ડ વોશિંગ ની સાચી પદ્ધતિ, માસ્ક કેવી રીતે પહેરવો,સોશીયલ ડિસ્ટન્સ કેવી રીતે જાળવવું અને એની અગત્યતા આ તમામ બાબતો ની દરિયાની વચ્ચે આવેલા એ સ્થળે તાલીમ આપી અને એનું ચુસ્ત પાલન કરવાની પ્રેરણા આપી. કામદારો ને એમની ભાષામાં સરળ સમજણ આપી.એટલું જ નહિ એ લોકો એમના પરિવારજનો સાથે ફોન થી કે વિડિયો કોલિંગ થી વાત કરે ત્યારે આ તમામ બાબતોની એમને સમજણ આપે અને પાલન કરાવવાનો આગ્રહ રાખે એવું વાતાવરણ ઊભું કર્યું.દિલીપભાઈ કહે છે કે હવે હેન્ડ વોશિંગ, માસ્કનો ઉપયોગ આ તમામ તકેદારીઓ ને દૈનિક જીવનનો ભાગ બનાવવો જ પડશે.

તેમણે જણાવ્યું કે ,જીવનમાં પ્રથમવાર પરિવાર થી આટલા બધાં દિવસ દૂર રહેવાનું ભલે થયું. પરંતુ અમને દેશ માટે કંઇક વિશેષ કરવાનો અવસર આ સંકટથી મળ્યો એનો આનંદ છે. તેમણે કહ્યું કે દર સપ્તાહે અમારા ચેરમેન અને તમામ ઉચ્ચ અઘિકારીઓ વિડિયો કોન્ફરન્સ થી અમારી સાથે વાત કરતા. નાનામાં નાનો કામદાર આગ્રહ રાખે તો એને પણ સાંભળતા. અમારું ફૂડ નિયમિત મળે એની ખૂબ કાળજી લેવાતી. લોક ડાઉન શરૂ થયું ત્યારે જેમને જે દવાઓ નિયમિત લેવી પડતી એ દવાઓનો વ્યક્તિની જરૂર પ્રમાણે નો જથ્થો ઉપલબ્ધ કરાવ્યો. આ તમામ સહૃદયતા ને લીધે અમે તમામ 68 દિવસ ખૂબ જ જુસ્સા સાથે, કામ રોક્યા કે ધીમું કર્યા વગર અમારી ફરજો બજાવી શક્યા એનો ખૂબ સંતોષ છે. સૈનિકો સરહદ પર રહી દેશની સુરક્ષા કરી રહ્યાં છે. આ યોદ્ધાઓ એ દરિયાની વચ્ચે રહી દેશનો ઊર્જા સ્ત્રોત અખંડ રાખવાનું ખૂબ ઉપયોગી કામ લોક ડાઉનમાં કર્યું છે.
First published: May 23, 2020, 3:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading