હાઇકોર્ટે કહ્યું - વકીલોને ટ્રેનિંગ આપો, અધુરા જ્ઞાનથી સર્જાય છે હાસ્યાસ્પદ સ્થિતિ

News18 Gujarati
Updated: February 23, 2019, 10:53 PM IST
હાઇકોર્ટે કહ્યું - વકીલોને ટ્રેનિંગ આપો, અધુરા જ્ઞાનથી સર્જાય છે હાસ્યાસ્પદ સ્થિતિ
ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીર

  • Share this:
ગીતા મહેતા, ગાંધીનગર

કહેવાય છે દલીલો કરવા માટે તમારી પાસે પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે, યોગ્ય જ્ઞાન હોવાથી તમે તમારા પ્રતિસ્પર્ધીને હરાવી શકો છો, વકીલના વ્યવસાયમાં કાયકાદીય જ્ઞાનની ખાસ જરૂર પડે છે. કોર્ટમાં દલીલ કરતી વખતે કાયદાકીય જ્ઞાન હોવું જરૂરી છે, એમા પણ જો હાઇકોર્ટના વકીલ સંપૂર્ણ કાયદાકીય જ્ઞાન ધરાવતા હોય એવું માનવામાં આવે છે. પરંતુ ગુજરાતના વકીલોની સ્થિતિ અંગે હાઇકોર્ટે બાર કાઉન્સિલરને નોટિસ પાઠવતા ચર્ચા જાગી છે.

વકીલોને ટ્રેનિંગ આપો

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસે સુઓમોટો PIL દાખલ કરી છે, સાથે જ બાર કાઉન્સિલરને નોટીસ પાઠવી છે. આ નોટિસમાં જણાવાયું કે હાઇકોર્ટના વકીલોને ટ્રેનિંગની જરૂર છે. કોર્ટ કાર્યવાહી દરમિયાન હાઇકોર્ટના વકીલોમાં અધુરા કાયકાકીય જ્ઞાનને કારણે હાસ્યાસ્પદ પરિસ્થિતિ સર્જાય છે. ચીફ જસ્ટીસની આ નોટિસને કારણે વકીલ બેડામાં ચર્ચા જાગી છે.

અહીં ક્લિક કરી વાંચોઃ Viral Video: રણબિર કપૂરે ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટની કરી મિમિક્રી

શું હોય સુઓમોટો PILભારત સહિત દુનિયામાં એક કાયદો કોમન છે, એ છે જ્યાં સુધી કોઇ વ્યક્તિ ફરિયાદ ન કરે ત્યાં સુધી કોઇ વ્યક્તિ પર કોર્ટ કાર્યવાહી કરવામાં આવતી નથી, પરંતુ ઘણીવાર એવું પણ બને કે કોઇ ફરિયાદ વગર જ કેસ ચલાવવામાં આવે. અથવા કોઇ કેસ દાખલ થયા વગર જ જજ પોતાનો ચૂકાદો સંભળાવે. આવું ત્યારે બને જ્યારે જસ્ટિસ કોઇ કેસમાં પરેશાન થાય અથવા જસ્ટિસને એવું લાગે કે ફરિયાદ થાય ત્યાં સુધી રાહ જોવું અયોગ્ય છે. ગુજરાતમાં સિંહોના મોત મામલે પણ હાઇકોર્ટ દ્વારા સુઓમોટો દાખલ કરવામાં આવ્યો છે.
First published: February 23, 2019, 10:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading