અમદાવાદઃ HCના વકીલોની 'માર્ચ ફોર જસ્ટિસ', તમામ વકીલો સામુહિક રજા પર ઉતર્યા

News18 Gujarati
Updated: April 13, 2018, 9:28 AM IST
અમદાવાદઃ HCના વકીલોની 'માર્ચ ફોર જસ્ટિસ', તમામ વકીલો સામુહિક રજા પર ઉતર્યા

  • Share this:
અમદાવાદ : હાઈકોર્ટના વકીલોએ આજે સવારે સાત વાગ્યાથી સાબરમતી આશ્રમથી હાઈકોર્ટ સુધી રેલી યોજી હતી.તમામ વકીલો સામુહિક રજા પર ઉતર્યા છે.HCમાં જજોની અછતને લઈને હાઇકોર્ટના વકીલો રોષે ભરાયા છે.જેના પગલે તમામ વકીલો કામથી અળગા રહ્યા હતા.

HC એડવોકેટ એસો.ની મેનેજિંગ કમિટી દ્વાર આ નિર્ણય લેવામા આવ્યો હતો.કારણ કે જજોની ઓછી સંખ્યાને કારણે ન્યાય પ્રક્રિયામાં વિલંબ પડી રહ્યો છે.સામાન્ય નાગરિકોને હાલાકી ભોગવવી પડે છે.મોટી સંખ્યામાં વકીલોએ ભેગા મળી સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો.ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રાજ્યભરમાં વકીલો દ્વારા એડવોકેટ એક્ટમાં સૂચવેલા સુધારાઓ સામે હડતાળ પર ઉતર્યા હતા.અને સમગ્ર રાજયના વકીલો એક દિવસ માટે કોર્ટની કામગીરીથી અલિપ્ત રહ્યા હતા.અમદાવાદ,રાજકોટ, વડોદરા અને સુરતમાં વકીલોનો રોષ જોવા મળ્યો હતો.
First published: April 13, 2018, 9:28 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading