સતલોક આશ્રમના બાબા વિરૂદ્ધ અમદાવાદની મહિલાની હત્યાની FIR ન નોંધાતા HCમાં રીટ

News18 Gujarati
Updated: November 16, 2019, 9:40 PM IST
સતલોક આશ્રમના બાબા વિરૂદ્ધ અમદાવાદની મહિલાની હત્યાની FIR ન નોંધાતા HCમાં રીટ
અમદાવાદની મહિલાની હત્યાની FIR ન નોંધાતા HCમાં રીટ

અમદાવાદની મહિલાની હત્યા અને તેના ચારિત્ર્યના હનનના ગુના હેઠળની FIR છેલ્લાં છ વર્ષોથી પોલીસ નોંધતી ન હોવાની રજૂઆત સાથે ગુજરાત હાઇકોર્ટમાં ઘા કરવામાં આવી

  • Share this:
સંજય જોશી, અમદાવાદ: પોતાની જાતને ‘ગોડમેન’ ગણાવતાં અને હરિયાણા સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આશ્રમો ધરાવતા સતલોક આશ્રમના બાબા રામપાલ વિરૂદ્ધ અમદાવાદની મહિલાની હત્યા અને તેના ચારિત્ર્યના હનનના ગુના હેઠળની FIR છેલ્લાં છ વર્ષોથી પોલીસ નોંધતી ન હોવાની રજૂઆત સાથે ગુજરાત હાઇકોર્ટમાં ઘા કરવામાં આવી છે.

અમદાવાદના ઇસનપુરમાં રહેતી પ્રવીણા શર્મા નામની ૩૩ વર્ષની મહિલા ૨૦૧૩માં રામપાલના હિસાર ખાતેના આશ્રમમાં શંકાસ્પદ રીતે મૃત અવસ્થામાં મળી હતી. તે પોતાના સાસરિયા વાળાઓના લીધે રામપાલના સંપર્કમાં આવી હતી અને તેની અનુયાયી બની હતી. પરંતુ તેના પિતા સેનામાં તબીબ હોવાથી તેમને પુત્રીનું મોત શંકાસ્પદ જણાતા ૨૦૧૩થી આજ દિન સુધી તેઓ અને તેમની નાની દીકરી પોલીસ ફરિયાદ નોંધાવવા ધક્કા ખાઇ રહ્યાં છે, પરંતુ પોલીસ તેમની ફરિયાદ નોંધતી નથી. તેથી અંતે તેમણે પોલીસને ફરિયાદ નોંધવાનો આદેશ કરવા હાઇકોર્ટ સમક્ષ અરજી કરી છે.

મૃતક પ્રવીણાબહેનની નાની બહેન પ્રેમા શર્માએ આ મામલે એડવોકેટ ધર્મેશ ગુર્જર મારફતે હાઇકોર્ટમાં અરજી કરીને બાબા રામપાલ વિરૂદ્ધ તેમની બહેનની હત્યા અને તેના ચારિત્ર્યને ભંગ કરવા સહિતના ગુનાની પોલીસ ફરિયાદ નોંધાવવાની દાદ માગી છે. આ રિટમાં જણાવેલી હકીકત અને આક્ષેપો એવા છે કે મૃતક પ્રવીણા તેના કુટુંબ જોડે શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતી હતી. ત્યારબાદ તેના લગ્ન થતાં ઇસનપુર પોતાના સાસરિયા જોડે રહેતી હતી. તેઓ બાબા રામપાલને માનતા હોવાથી પ્રવીણા પણ તેમની સાથે સતસંગ માટે હરિયાણા સહિતના આશ્રમોમાં જવા લાગી હતી. વર્ષ ૨૦૧૩માં પણ તે હિસાર બાબા રામપાલના આશ્રમમાં સતસંગ માટે ગઇ હતી. છથી નવ સપ્ટેમ્બર સુધી ત્યાં સતસંગ હતું. પરંતુ નવ સપ્ટેમ્બરના રોજ આશ્રમમાંથી શંકાસ્પદ હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આશ્રમ વાળાઓએ વ્યવસ્થા ગોઠવીને મૃતદેહ અમદાવાદ મોકલાવી દીધો હતો. પ્રવીણાના પિતા સેનામાં તબીબ રહી ચુકેલા હોવાથી તેમને પુત્રીનો મૃતદેહ જોઇને તેની હત્યા થયાની શંકા ગઇ હતી. તેમણે પોસ્ટમોર્ટમ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી પરંતુ સાસરિયા પક્ષે દબાણ કરીને એમ ન થવા દીધું હતું અને બીજા દિવસે તાત્કાલિક પ્રવીણાના મૃતદેહનું અંતિમ સંસ્કાર કરી દીધું હતું.

પરંતુ પુત્રીની મૃત્યુથી ભાંગી પડેલા પિતાએ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી શરૂ કરી હતી અને તેઓ સૌથી પહેલા હિસારમાં મૃત્યુ થયું હોવાથી ત્યાંની પોલીસને મળ્યા. તેમણે તેમને અંતિમ સંસ્કાર જ્યાં થયું ત્યાં જઇને ફરિયાદ નોંધાવવા કહ્યું. તેથી દોઢ વર્ષ સુધી હિસારમાં પ્રયત્નો કર્યા બાદ વર્ષ ૨૦૧૫માં તેમણે ઇસનપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને લેખિતમાં ફરિયાદ આપી હતી. પરંતુ પોલીસે FIR નોંધી કાર્યવાહી કરી નહોતી. દરમિયાન પ્રવીણાના પતિ પણ ટૂંક સમયમાં શંકાસ્પદ રીતે મૃત્યુ પામ્યા હતા. તેથી પુત્રીની બે દીકરીઓના ભવિષ્યની ચિંતાથી તેઓ માનસિક રીતે અસ્વસ્થ પણ રહેવા લાગ્યા હતા. ગત મહિને તેમણે ફરીથી એકવાર અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર, ડીજીપી અને ઇસનપુર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં પોતાની રજૂઆત કરી હતી. આટલા વર્ષોથી પોલીસ તેમને ધક્કા ખવડાવી રહી હોવાના આક્ષેપ સાથે અંતે તેમણે હાઇકોર્ટમાં રિટ કરી છે.
First published: November 16, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading