ગુજરાત યુનિ.માં EWSની 960 જેટલી બેઠકોમાં ગોટાળો હોવાનો ABVPનો આક્ષેપ

News18 Gujarati
Updated: July 10, 2019, 6:05 PM IST
ગુજરાત યુનિ.માં EWSની 960 જેટલી બેઠકોમાં ગોટાળો હોવાનો ABVPનો આક્ષેપ
ગુજરાત યુનિવર્સિટીની તસવીર

ગુજરાત યુનિવર્સિટી Ews ક્વોટાની સીટોમા ગેરનીતી ના આક્ષેપો સાથે ચર્ચાનો કેન્દ્ર બની છે. વિદ્યાના ધામમા મંગળવારે છુટા હાથની મારામારી પણ થઈ હતી.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી Ews ક્વોટાની સીટોમા ગેરનીતી ના આક્ષેપો સાથે ચર્ચાનો કેન્દ્ર બની છે.. વિદ્યાના ધામમા મંગળવારે છુટા હાથની મારામારી પણ થઈ હતી. વિદ્યાર્થી પરીષદ ૯૬૦ સીટો ગ્રાન્ટેડ કોલેજમા ews ક્વોટામા ભરવામાં આવી તેવી માંગ કરી રહ્યાં છે.. તો બીજી તરફ અધ્યાપક મંડળ કોલેજે પાસે સવલતો ન હોવાથી સમયની માંગ કરી રહ્યાં છે.

ગુજરાત યુનીવર્સીટી ફરી એક વખત યુદ્ધનુ મેદાન બની છે... કે જ્યા વિદ્યાર્થી સંગઠનો આંતરીક લડાઈને લઈને આમને સામને આવી ગયા છે..એબીવીપી દ્રારા આક્ષેપ કરવામા આવ્યો છે. કોંગ્રેસી નેતાઓની સેલફાઈન્સ કોલેજો ભરવા માટે ગ્રાન્ટેન્ડ કોલેજમા માટે ફાળવામા આવેલી ews ક્વોટાની સીટો રદ કરાઈ છે. abvp સંગઠન દ્રારા યુનિવર્સીટીના કુલપતિને આવેદન પત્ર આપવામાં આવ્યું.

ABVPના પ્રદેશ મંત્રી નિખિલ મેઠિયાએ જણાવ્યું કે..છેલ્લા એક અઠવાડિયાથી વિદ્યાર્થી માટે લડત આપી રહ્યા છે..960 બેઠકોનો ગફળો કરાયો છે..છેલ્લા એક અઠવાડિયાથી વિદ્યાર્થીઓ માટે લડી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ આ કૌભાંડમાં સામેલ છે તે તમામ દ્વારા કાલે કાર્યકરોને માર મારવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-માંડલ દલિત યુવકની હત્યા કેસઃ પોલીસે યુવતીના પિતરાઇ ભાઇની ધરપકડ કરી

5 કરોડ 76 લાખનું કૌભાંડ છે, જે એબીવીપીએ ખુલ્લું પાડ્યું હોવાનો દાવો કરી આ કૌભાંડ માટે જવાબદાર સામે પગલા ભરવા માંગ કરાઈ છે. જો કે આ સમગ્ર મામલે ગુજરાત યુનીવર્સીટીના કુલપતી દુધ અને દહિની સ્થીતીમાં જોવા મળી રહ્યાં છે. તેઓ અધ્યાપકો અને વિદ્યાર્થી સંગઠન એમ બન્ને પક્ષે ન્યાયની વાત કરી રહ્યાં છે. જો કે સમગ્ર્ મામલે ભુલ કોની છે.. એ વાત નથી કરતા..કુલપતીનુ કહેવુ છે કોઈ પણ વિદ્યાર્થી પોતે કોઈ જ લેખીત ફરીયાદ યુનીવર્સીટીને નથી કરી.

ગુજરાત યુનીવર્સીટી સમગ્ર મામલે મુજવણમાં મુકાઈ છે... એક તરફ સપુર્ણ મુદાને ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પાછલા દરવાજે મુદો ઉછાળીને યુનીવર્સીટીનો માહોલ બગાડી રહ્યા છે.. નેતાઓ યુનીવર્સીટીની ચુંટણીમા હાર ન પચાવી શકતા માહોલ ખરાબ કરી વિદ્યાર્થીઓને નુકશાન પહોચાડિ રહ્યાં છે... તે પણ આ સમગ્રે ધટના પાછળનુ એક કડવુ સત્ય છે.
First published: July 10, 2019
વધુ વાંચો
अगली ख़बर