હાથીજણ DPSના શિક્ષકો અમારા બાળકોને માનસિક ત્રાસ આપે છે : વાલીઓનો આક્ષેપ


Updated: December 16, 2019, 3:44 PM IST
હાથીજણ DPSના શિક્ષકો અમારા બાળકોને માનસિક ત્રાસ આપે છે : વાલીઓનો આક્ષેપ
ડીપીએસ

હાથીજણની ડીપીએસના શિક્ષકો માની રહ્યાં છે કે સ્કૂલ ચાલશે તો જ પોતાની નોકરી બચશે.આ માટે તેવો એવા વાલીઓનાં બાળકોને ટાર્ગેટ કરી રહ્યાં છે જે સ્કૂલ બચાવવા માટે મેનેજમેન્ટની સાથે નથી.

  • Share this:
અમદાવાદ : હાથીજણની ડીપીએસ સ્કૂલનો વિવાદ સમવાનું નામ નથી લેતો. હવે બાળકોને માનસિક ત્રાસ આપવાનો નવો વિવાદ સામે આવ્યો છે. સ્કૂલના મેનેજમેન્ટના ઈશારે સ્કૂલને કાયમી ધોરણે ચાલુ રાખવા વાલીઓનાં એક જૂથે બેઠકો શરુ કરી છે. જેમાં બીજા જૂથના વાલીઓ નહીં જોડાતા સ્કૂલના શિક્ષકો બાળકોને માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ બીજા જૂથના વાલીઓએ કર્યો છે. ડીપીએસ સ્કૂલને બચાવવા હવે સ્કૂલ મેનેજમેન્ટ હવાતિયાં મારી રહ્યું છે. સાથે સાથે પોતાની નોકરી બચાવવા સ્કૂલના શિક્ષકો પણ હવાતિયાં મારી રહ્યાં છે. આ વાતનો સીધો ભોગ કેટલાક વાલીઓનાં બાળકો બની રહ્યાં છે.

હાથીજણની ડીપીએસના શિક્ષકો માની રહ્યાં છે કે સ્કૂલ ચાલશે તો જ પોતાની નોકરી બચશે.આ માટે તેવો એવા વાલીઓનાં બાળકોને ટાર્ગેટ કરી રહ્યાં છે જે સ્કૂલ બચાવવા માટે મેનેજમેન્ટની સાથે નથી. સ્કૂલના કેટલાક વાલીઓ સ્કૂલ મેનેજમેન્ટનો હાથો બની ગયા છે. જે વાલીઓ સાથે નથી તેમના બાળકો પર શિક્ષકો દબાણ કરી રહ્યાં છે કે તેઓ પણ સરકારમાં સ્કૂલ ચાલુ રાખવાની રજુઆત કરી રહેલા વાલીઓના જૂથ સાથે જોડાઈ જાય. જો આવું નહીં થાય તો ધોરણ 10 અને 12માં ઈન્ટરનલ માર્કસમાં તકલીફ પડશે. શિક્ષકોનાં આવી વાતોની સીધી અસર બાળકોનાં માનસ પર થઈ રહી હોવાનો આક્ષેપ કેટલાક વાલીઓ કરી રહ્યાં છે. આક્ષેપ પ્રમાણે બેઠખમાં નહીં જોડાનારા વાલીઓનાં બાળકોને વધુ લેશન આપી ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે.

આ પણ વાંચો : અમદાવાદમાં વૃદ્ધા ચગદાયાં : રસ્તા વચ્ચે ટાવર હોવાથી અકસ્માત થયાનો સ્થાનિકોનો આક્ષેપ

ડીપીએસના વાલી વિકાસ સુદે જણાવ્યું કે, સ્કૂલમાં એવું વાતાવરણ બની રહ્યું છે કે, જે બાળકો કે વાલીઓ બીજા સ્કૂલમાં જવાની વાત કરે અથવા એલ.સી. લેવાની વાત કરે તો તેમને સ્કૂલના શિક્ષકો નિશાન બનાવી રહ્યા છે. વાલીઓના આ જૂથે જિલ્લા શિક્ષણાધિકારીને મૌખિક રજુઆત પણ કરી છે.આ મામલે અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસએ જણાવ્યું કે, "મારી પાસે વાલીઓની આ પ્રકારની રજુઆત આવશે તો નિયમ પ્રમાણે કાર્યવાહી કરાશે. બાળકો પર કોઈ પણ પ્રકારનું દબાણ કરવું યોગ્ય નથી."

આ પણ વાંચો : અમદાવાદ : 'પત્ની દારૂ વેચે છે, અન્ય સાથે સંબંધ છે,' પતિએ માંગ્યા છૂટાછેડા

મહત્વનું છે કે 800 બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે સરકારે ડીપીએસ સ્કૂલને પોતાના હસ્તક લઈને ચાલુ રાખી છે. આગામી 3 માસ સુધી એટલે કે 31 માર્ચ 2020 સુધી સરકાર આ સ્કૂલ ચલાવવાની છે. ત્યાર બાદ સ્કૂલ બંધ કરી અને ડીપીએસમાં અભ્યાસ કરતા બાળકોને આસપાસની શાળાઓમાં પ્રવેશ અપાવવાની પણ તૈયારી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે કરી છે. બીજી તરફ સ્કૂલ મેનેજમેન્ટ અને કેટલાક વાલીઓ કાયમી ધોરણે સ્કૂલ ચાલુ રહે તેવા પ્રયાસોમાં લાગી ગયા છે. જેનો સીધો ભોગ બીજા જૂથના વાલીઓનાં બાળકો બની રહ્યાં છે.
First published: December 16, 2019
વધુ વાંચો
अगली ख़बर