હાથીજણ સ્થિત DPSની માન્યતા થઈ શકે છે રદ, DPS સ્કૂલ પાસે બનાવટી NOC!

News18 Gujarati
Updated: November 23, 2019, 12:30 PM IST
હાથીજણ સ્થિત DPSની માન્યતા થઈ શકે છે રદ, DPS સ્કૂલ પાસે બનાવટી NOC!
હાથીજણ સ્થિત DPSની માન્યતા થઈ શકે છે રદ, DPS સ્કૂલ પાસે બનાવટી NOC!

શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાયે કહ્યું - મોટાભાગની જમીન ખેડૂતોના નામે છે. એનએ પણ થયું નથી

  • Share this:
અમદાવાદ : હાથીજણમાં આવેલ નિત્યાનંદ આશ્રમના વિવાદના કારણે DPS સ્કૂલ પણ ચર્ચામાં આવી છે. નિત્યાનંદ આશ્રમને જમીન આપનાર DPS સ્કૂલ મામલે નવો ખુલાસો થયો છે. શિક્ષણ વિભાગની તપાસ બાદ DPS સ્કૂલની મુશ્કેલી વધે તેવી સંભાવના છે. શિક્ષણ સચિવ વિનોદ રાયે CBSEને રિપોર્ટ કર્યો છે કે સ્કૂલે બનાવટી NOC ઉભું કર્યાનું તપાસમાં સામે આવ્યું છે. આ કારણે હાથીજણ સ્થિત DPSની માન્યતા પણ રદ થાય તેવી શક્યતા ઉભી થઈ છે.

આ મામલે શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાયે કહ્યું હતું કે અમે DPS સ્કૂલને NOC આપી નથી. તેમણે NOC માટે 2009માં અરજી કરી હતી. અમે વધારે વિગતો માંગી હતી તે તેમણે આપી ન હતી. પોતાના નામે જમીન છે તેમ સાબિત કરી શક્યા ન હતા. જમીન એનએ પણ થઈ ન હતી. 2010, 2011 અને 2012માં તેમને તક આપી હતી. 2012માં તેમની અરજી રદ કરવામાં આવી હતી. આમ છતા 2012માં CBSEમાં 2010નો ફોર્જ ડોક્યુમેન્ટ રજુ કરીને પરમિશન લીધી હતી. અમે CBSEમાં સ્કૂલ સામે ફોજદારી કેસ કરવાની ભલામણ કરી છે.

આ પણ વાંચો - નિત્યાનંદ આશ્રમ વિવાદ: ફરિયાદીની પુત્રીએ પિતાના આરોપ નકારી પોલીસ પર ઉઠાવ્યા સવાલ

શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાયે કહ્યું હતું કે આશ્રમના બાળકોને સ્કૂલમાં દાખલ કરવાના મુદ્દે ધ્યાનમાં આવ્યું છે કે 4 બાળકો વિદેશી છે. વિદેશી બાળકોને કોઈપણ લિવિંગ સર્ટિફિકેટ વગર DPSમાં દાખલ કરવા અને રાજ્ય સરકારનો કાયદો ભંગ કરવા બદલ ગૃહ ખાતામાં રજુઆત કરીશું. પ્રાથમિક તપાસમાં જાણ થઈ છે કે હાલ પણ થોડી જમીન જ સ્કૂલના નામે છે. મોટાભાગની જમીન ખેડૂતોના નામે છે. એનએ પણ થયું નથી. બાંધકામ થયું છે તેનું પરમિશન લીધું નથી.

ડીપીએસના સંચાલકો સામે કાર્યવાહી થશે તેવા સવાલ પર શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાયે કહ્યું હતું કે જરુર કાર્યવાહી થશે.
First published: November 22, 2019, 10:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading