Home /News /madhya-gujarat /ગામડાની માઠી: ગુજરાત સરકારે એસ.ટી બસનાં 5000 રૂટ બંધ કરી દીધા ?

ગામડાની માઠી: ગુજરાત સરકારે એસ.ટી બસનાં 5000 રૂટ બંધ કરી દીધા ?

પ્રતિકાત્મક તસવીર

કોંગ્રેસે વધુમાં આરોપ કર્યો કે, એસ.ટી.નિગમે ખાનગી બસો ભાડેથી લેવા માટેના કરેલા કરારોમાં કરારની મુદ્દત ટેન્ડર વખતે ચાર વર્ષની હતી તો પાછળથી છ વર્ષનો કરાર કોના આદેશથી થયો ?

  શું ગુજરાત સરકારે ગામડાઓમાં એસ.ટી બસનાં 5000 રૂટ બંધ કરી દીધા છે ?
  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ આક્ષેપ કરતા જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વ્હીકલ ટેક્ષ કે અન્ય જે કોઈ ટેક્ષ ભરવાનો હોઈ તે ભરવાની જવાબદારી ખાનગી બસના માલિકની છે. તેમ છતાં, તે બસોને અમદાવાદ વ્હીકલ ટેક્ષ ભરવો ન પડે તેથી તે બસોને નડિયાદ અને ગાંધીનગર ખાતે આર.ટી.ઓ. માં પાસીંગ કરવાની ખુદ એસ.ટી.નિગમે મંજુરી આપીને ખાનગી બસ માલિકો સાથે ગોઠવણ કરવામાં આવી રહી છે. જે ખાનગી બસના માલિકોએ એસ.ટી.નિગમને બસો ભાડે આપે છે તે જ બસોના માલિકોએ અમદાવાદની એ.એમ.ટી.એસ. અને બી.આર.ટી.એસ.માં બસો ભાડે આપેલી છે ગુજરાત સરકારની ગ્રામ્ય વિરોધી નીતિના કારણે ૫૦૦૦ જેટલા એસ.ટી.ના રૂટો બંધ કરીને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોની જાહેર પરિવહન વ્યવસ્થા છીનવી લેવામાં આવી રહી છે. ”

  મનીષ દીશીએ વધુમાં ઉમેર્યુ કે, મોટા ભાગનાં ખાનગી બસોનાં માલિકો ભાજપની ધનસંગ્રહ યોજનાના ભાગીદાર છે. એસ.ટી.નિગમનું ખાનગીકરણ કરવા માટે વર્ષોથી સત્તાધીશો ભાડેથી લીધેલી ખાનગી બસોના કરારની નકલો જાહેર કરતા નથી. બસોને ભાડે લેવાના કરાર વર્ષ-૨૦૧૮માં કરવામાં આવેલા. જેમાં એક વર્ષ જુની બસો એસ.ટી.નિગમ માટે આપવાની રહેશે તેમ છતાં, બસો બનાવતી કંપનીએ બસ વેચાતી ન હોવાથી એસ.ટી.નિગમમાં ગાંધીનગર સુધી ગોઠવણ કરીને જુની બસો એસ.ટી.નિગમને પધરાવી દીધી છે.”

  કોંગ્રેસે વધુમાં આરોપ કર્યો કે, એસ.ટી.નિગમે ખાનગી બસો ભાડેથી લેવા માટેના કરેલા કરારોમાં કરારની મુદ્દત ટેન્ડર વખતે ચાર વર્ષની હતી તો પાછળથી છ વર્ષનો કરાર કોના આદેશથી થયો ? ક્યા ખાનગી બસ ચાલકોને ફાયદો કરાવવા માટે ટેન્ડરોની શરતોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે ?"

  "એસ.ટી.નિગમની બસો આઠ લાખ કીલોમીટરમાં ભંગારમાં મોકલવાની તો પછી ભાડાની બસો પંદર લાખ કિલોમીટર સુધી કેમ ફેરવવાની ? એક બસની ઈ.એમ.ડી. રૂ.પાંચ લાખથી ઘટાડીને ખાનગી ઓપરેટરને ફાયદો કરાવવા રૂ.એક લાખ કોના આદેશથી થઇ ? બેંક ગેરંટી બે-બે વર્ષની કેમ મેળવી? જ્યારે કરાર છ વર્ષ સુધી લંબાવવાની જોગવાઈ છે તો બેંક ગેરંટી સાત વર્ષની મેળવવામાં આવી નથી ? નિગમની બસો દૈનિક ૫૦૦ થી ઓછા કી.મી. ફેરવવામાં આવે છે જયારે ભાડાની બસો ૫૦૦ થી વધુ કી.મી. ફેરવવામાં આવે જેથી ખાનગી બસ માલિકોને ભાડાની વધુ રકમ ચૂકવી શકાય.”  કોંગ્રેસ વધુમા સવાલ કરતા પુછ્યું.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: GPCC, GSRTC, ગુજરાત, સરકાર

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन