હિંસક બન્યું જાટ અનામત આંદોલન, મુખ્યમંત્રીએ આપ્યો ભરોસો, કહ્યું-યોગ્ય ઉકેલ લાવીશું

Haresh Suthar | Pradesh18
Updated: February 19, 2016, 3:40 PM IST
હિંસક બન્યું જાટ અનામત આંદોલન, મુખ્યમંત્રીએ આપ્યો ભરોસો, કહ્યું-યોગ્ય ઉકેલ લાવીશું
#હરિયાણામાં જાટ અનામતને લઇને ચાલી રહેલું આંદોલન હિંસક બન્યું છે. અનામતની આગ રોહતકથી અન્ય શહેરોમાં પણ પ્રસરી છે. મુખ્યમંત્રી એમએલ ખટ્ટરના શહેર કરનાલમાં પણ અનામતની આગ ભડકી ઉઠી છે. આજે ખટ્ટરે સર્વ પક્ષીય બેઠક બાદ શાંતિની અપીલ કરી હતી. પરંતુ એની પણ કોઇ અસર જોવા મળી નથી.

  • Pradesh18
  • Last Updated: February 19, 2016, 3:40 PM IST
  • Share this:
ચંડીગઢ #હરિયાણામાં જાટ અનામતને લઇને ચાલી રહેલું આંદોલન હિંસક બન્યું છે. અનામતની આગ રોહતકથી અન્ય શહેરોમાં પણ પ્રસરી છે. મુખ્યમંત્રી એમએલ ખટ્ટરના શહેર કરનાલમાં પણ અનામતની આગ ભડકી ઉઠી છે. આજે ખટ્ટરે સર્વ પક્ષીય બેઠક બાદ શાંતિની અપીલ કરી હતી. પરંતુ એની પણ કોઇ અસર જોવા મળી નથી.

આજે રોહતકમાં જાટ પ્રદર્શનકારીઓએ પોલીસના પાંચ વાહનોમાં તોડફોડ કરી અને આગ ચાંપી હતી. ઉપરાંત રોડવેઝની ત્રણ બસોમાં પણ તોડફોડ કરી હતી. પ્રદર્શનકારીઓએ એસપી રોહતકની કારને પણ તોડી હતી.

રોહતકમાં થયેલી હિંસામાં ઓછામાં ઓછા 15 લોકો ઘાયલ થયા હતા. વિરોધ કરી રહેલા લોકોએ કરેલા ચક્કાજામને ખાળવા ગયેલા પોલીસ કર્મીઓ પર પણ પથ્થરમારો કરાયો હતો. પોલીસ વાહનોનો ખુડદો બોલાવાયો હતો.

ખટ્ટરે આપ્યો ભરોસો

મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે મીડિયા સાથે કહ્યું કે, આજે સર્વ પક્ષીય બેઠક બોલાવાઇ હતી. બેઠકમાં કહેવાયું તે બધાથી અપીલ કરવામાં આવે, સરકારી સંપત્તિને નુકશાન ન પહોંચાડવામાં આવે, રાજમાર્ગોને બંધ ન કરવામા આવે, અમે અનામતના વિરોધમાં નથી, એ માટે જે શક્ય હશે એ તમામ પ્રયાસ કરવામાં આવશે. જે પણ યોગ્ય ઉકેલ હશે એને લાગુ કરવા માટે તૈયાર છીએ. વિધાનસભામાં બિલ પસાર કરવું પડશે તો પણ કરીશું. અમે સુપ્રીમ કોર્ટમાં પણ લડી રહ્યા છીએ. હરિયાણા સરકારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં એસએલપી દાખલ કરેલી છે.

ફરી ભડકી અનામતની આગ, રોહતકમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ
First published: February 19, 2016
વધુ વાંચો
अगली ख़बर