અમદાવાદ: આમ તો હેરીપોટર નામના એક પાત્ર ને તમે ફિલ્મમાં જોયું હશે. પણ અમદાવાદમાં (Ahmedabad) એક પાર્થ ઉરફે હેરીપોટર નામના શખસ સામે પોલીસ ફરિયાદ (police complaint) નોંધાઈ છે. રાયપુર દરવાજા પાસે રહેતી 30 વર્ષીય યુવતીને પાર્થ ઉર્ફે હેરીપોટર નામના શખશે પોલીસમાં ખોટી માહિતી આપે છે કહીને રોડ પર જ માર માર્યો હતો. આટલું જ નહીં યુવતીની ટીશર્ટ ફાડી તેની (girl molestation) છાતી પર હાથ નાખી છેડતી કરી જાહેરમાં રોડ પર સુવડાવી માર મારવામાં આવતા યુવતીએ આ અંગે ફરિયાદ નોંધાવતા પાર્થ ઉર્ફે હેરીપોટર નામના શખસ સામે ફરિયાદ નોંધાઈ છે.
રાયપુર દરવાજા પાસે રહેતી માતા અને દીકરી સાથે રહેતી 30 વર્ષીય યુવતીના કંટોડીયાવાસમાં રહેતા એક યુવક સાથે લગ્ન થયા હતા. પતિએ આઠેક વર્ષ પહેલા છૂટાછેડા આપતા આ યુવતી તેની માતા અને દીકરી સાથે રહે છે.
સોમવારે આ યુવતી તેના ઘર પાસે ચા લેવા ગઈ હતી ત્યારે એક્ટિવા પર આ યુવતી ઉભી હતી. ત્યારે સિટીએમ ખાતે રહેતો પાર્થ ઉર્ફે હેરીપોટર વીંછી ત્યાં આવ્યો હતો.
આ પાર્થ ઉર્ફે હેરીપોટર એ આ યુવતી પાસે જઈ પોલીસમાં ખોટી વાતો ફેલાવે છે કહીને તેને માર માર્યો હતો. આટલું જ નહીં યુવતીની ટીશર્ટ ફાડી નાખી છાતી પર હાથ ફેરવી તેને રોડ પર સુવાડી લાતો મારી હતી.
આસપાસના લોકો ભેગા થઈ જતા આ યુવતીને આરોપીના મારમાંથી મુક્ત કરાવી હતી. જોકે આ શખસ ભાગી ગયો હતો. યુવતીએ આ અંગે કાગડાપીઠ પોલીસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર