Home /News /madhya-gujarat /

હાર્દિક પટેલ જામીન બાદ રહેશે રાજસ્થાનઃઉ.ગુ.પાસ કન્વીનર નરેન્દ્ર પટેલ

અમદાવાદ,મહેસાણાઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને વધુ એક કેસમાં ગઇકાલે શરતી જામીન મળ્યા છે. વિસનગરમાં ધારાસભ્યની ઓફિસમાં તોડપોડ કેસમાં ગઇકાલે હાર્દિક પટેલને હાઇકોર્ટે જામીન આપ્યા છે. ત્યારે અગાઉ જ અમદાવાદ અને સુરતના રાજદ્રોહના કેસમાં 6 મહિના ગુજરાત બહાર રહેવાની શરતે જામીન મળી ચુક્યા છે. બે દિવસમાં હાર્દિક જેલ મુક્ત થઇ જશે. પરંતુ આ છ મહિના હાર્દિક ક્યા રહેશે દિલ્હી કે પછી અન્ય જગ્યાએ તે પ્રશ્ન હતો. જો કે આજે પાસ દ્વારા હાર્દિક રાજસ્થાનમાં રહેશે તેવું જાહેર કરાયું છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

હાર્દિક પટેલને જામીન તો મળી ગયા છે બસ હાર્દિકને જેલમુક્ત થવાની પાટીદાર સમાજ રાહ જોઈ રહ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાત પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હાર્દિકના પરિવારજનો અને પાસ દ્વારા હાર્દિક માટે રાજસ્થાનમાં રહેવાની વ્યવસ્થા કરાઈ છે. અને હાર્દિક રાજસ્થાનમાં રહીને હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં પાટીદારોના સંગઠન મજબુત કરશે. અને હાર્દિકની સલાહ નીચે ગુજરાતમાં અનામત આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે ચાલુ રાખીશું.

રાજદ્રોહના ગુનામાં હાઇકોટ્રે છ મહિના ગુજરાત બહાર રહેવાની શરતે હાર્દિક પટેલને શરતી જામીન આપ્યા હતા. તો સોમવારે વધુ એક કેસમાં જામીન મળ્યા છે. વિસનગર ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના ગુનામાં કોર્ટે આજે હાર્દિક પટેલને શરતી જામીન આપ્યા છે.

હાર્દિક પટેલ દ્વારા ઊંઝા સ્થિત ઉમિયા માતાજીના મંદિરે માનતા પુરી કરવા જવા મંજૂરી માંગી હતી. પરંતુ કોર્ટે હાર્દિકની આ અરજી સ્વીકારી ન હતા. જેને પગલે નવ મહિના સુધી હાર્દિક ઊંઝા નહીં જઇ શકે.હાર્દિકના વકીલના કહેવા મુજબ કોર્ટે હાર્દિકને નવ મહિના સુધી મહેસાણા જિલ્લામાં નહીં જવાની શરત રાખી છે. અહીં નોંધનિય છે કે, છ મહિના હાર્દિકે ગુજરાત બહાર રહેવાનું છે.

ઉત્તર ગુજરાત પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે,15 જૂલાઈએ સવારે 10 કલાકે હાર્દિક લાજપોર જેલમાંથી મુક્ત થશે. હાર્દિકનાં સ્વાગત માટે હજારો પાટીદારો લાજપોર જવાના છે. ઉત્તર ગુજરાતમાંથી પાટીદારોને સ્વ ખર્ચે પોતાના વાહનો લઇ લાજપોર પહોંચવા અપીલ કરાઇ છે.
First published:

Tags: અનામત આંદોલન, નરેન્દ્ર પટેલ, પાટીદાર આંદોલન, પાસ, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन