કેવી રીતે હાર્દિક પટેલનું વજન 20 કિલો ઘટ્યું ? ડોક્ટરે આપ્યું આવું કારણ

News18 Gujarati
Updated: September 5, 2018, 2:39 PM IST
કેવી રીતે હાર્દિક પટેલનું વજન 20 કિલો ઘટ્યું ? ડોક્ટરે આપ્યું આવું કારણ
વજન માપતો હાર્દિક પટેલ

શું ખરેખર 11 દિવસમાં કોઇપણ વ્યક્તિનું વજન 20 કિલો જેટલું ઘટી શકે ખરા?

  • Share this:
હાર્દિક પટેલ છેલ્લા 12 દિવસથી આરણાંત ઉપવાસ ઉપર છે. ત્યારે તેની તબિયત નાદુરસ્ત થઇ જાયછે. તો સાથે સાથે તેના વજનમાં પણ ઘટાડો થતો રહે છે. જોકે, હાર્દિકના ઉપવાસના 11માં દિવસે હાર્દિકના વજનને લઇને ચોંકાવનારો આંકડો સામે આવ્યો હતો. 11 દિવસોમાં હાર્દિક પટેલનું વજન 20 કિલો ઘટવાની વાતથી જ હાર્દિક અંગે વધારે ચિંતાઓ પ્રવર્તિ રહી હતી. જોકે, આ અંગે એક પ્રશ્ન એ પણ થાય કે શું ખરેખર 11 દિવસમાં કોઇપણ વ્યક્તિનું વજન 20 કિલો જેટલું ઘટી શકે ખરા? આ અંગે સોલા સિવિલ હોસ્પિટલની મેડિકલ ટીમની પોલંપોલ આજે ખુલી હતી.

ડોક્ટરની ટીમ દ્વારા આજે બુધવારે હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે તેનું વજન પણ કરાયું હતું. જેમાં આજે સવારે તેનું વજન 66 કિલો નોંધાયું હતું. એટલે 12 દિવસમાં હાર્દિકનું વજન 12 કિલો ઘટ્યું છે. જ્યારે મેડિકલ ટીમ દ્વારા મંગળવારે સવારે હાર્દિક પટેલના કરેલા વજન પ્રમાણે તેનું વજન 58.3 કિલો નોધાયું હતું. આમ કાલ કરતા આજે હાર્દિક પટેલના વજનમાં 8 કિલોનો વધારો નોંધાયો છે. જ્યારે મંગળવારે સાંજે 65 વજન નોંધાયું હતું. આમ વજન માપવા અંગે ડોક્ટરોની ટીમમાં ભારે બેદરકારી જોવા મળી રહી છે.

વજન કરતા હાર્દિક પટેલની તસવીર


હાર્દિક પટેલના વજનમાં આટલો મોટો તફાવત આવ્યો છે. આ અંગે ડોક્ટરને પૂછતા ડોક્ટરે ટેકનિકલ ભૂલનું કારણ સામે ધર્યું હતું. વજન કરતી વખતે હાર્દિક પટેલ વજનકાંટા ઉપર સરખી રીતે ઊભા ન રહ્યા હોવાથી વજનમાં આટલો તફાવત આવ્યો હોવાનું ડોક્ટરોએ કારણ આપ્યું હતું.

ઉપવાસના 12માં દિવસે હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કરતા ડોક્ટર


11માં દિવસે હાર્દિક પટેલનો શું હતો મેડિકલ રિપોર્ટ?સોલા સિવિલની મેડિકલ ટીમે મંગળવારે કરેલા હાર્દિક પટેલના એકઅપ પ્રમાણે પલ્સ 88 બ્લ્ડ પ્રેશર 100/80 અને SPO2 નોર્મલ છે, હાલમાં તેમનું વજન 58.3 KG થઇ ગયુ હતું. જે પહેલાં કરતાં 20 કિલો ઘટ્યુ છે. 11 દિવસ પહેલાં હાર્દિક પટેલનું વજન 78 કિલો હતું જે હવે ઘટીને 58.3 કિલો થઇ ગયુ છે. શરીરમાં આટલા મોટા ફેરફાર થવાથી તેમનાં ઓર્ગન્સ પર અશર પડે છે. હાલમાં તેમને હોસ્પિટલમાં દાખલ થઇ જવું જોઇએ. કારણ કે જ્યારે પણ જમવાનું છોડી દેવામાં આવે તો સૌથી પહેલાં શરીરમાં સ્ટોર થયેલો ગ્લુકોઝ વપરાય છે, તે બાદ ફેટ વપરાય છે બાદમાં પ્રોટીન.

ડોક્ટરનાં જણાવ્યાં પ્રમાણે, હવે જે પ્રમાણે હાર્દિકનું વજન ઘટી રહ્યું છે તે જોતા તેણે તુરંત જ હોસ્પિટલમાં દાખલ થઇ જવું જોઇએ. ICU ઓન વ્હિલ અને ચાર ડોક્ટરની ટીમ છે તૈનાત- હોસ્પિટલ તરફથી હાર્દિક પટેલની ઉપવાસ છાવણી પાસે ICU અને ચાર ડોક્ટરની ટીમ તૈનાત કરવામાં આવી છે. ICU ઓન વ્હિલ અને ચાર ડોક્ટરની ટીમ છે તૈનાત- હોસ્પિટલ તરફથી હાર્દિક પટેલની ઉપવાસ છાવણી પાસે ICU અને ચાર ડોક્ટરની ટીમ તૈનાત કરવામાં આવી છે. હવે હાર્દિક પેટલનાં નિવાસ બહાર 24 કલાક ICU ઓન વ્હિલ તૈનાત કરવામાં આવશે. ડોક્ટરની સલાહ- હાર્દિકને જો ચક્કર આવે, શ્વાસ લેવામાં તક્લીફ પડે કે યુરિન ન થાય તેવી કોઇપણ પ્રકારની સમસ્યા સર્જાય તો તેમણે તાત્કાલીક ડોક્ટર્સનો સંપર્ક કરવો જોઇએ અને એડમિટ થઇ જવું જોઇએ. આજે હાર્દિક પટેલે ચેકઅપ માટે એપણ સેમ્પલ આપવાનો ઇન્કાર કર્યો હતો. તેનાં શરીરમાં અશક્તિ દેખાઇ આવે છે. તેમને ઉભા થવામાં પણ તક્લીફ પડી રહી છે.
First published: September 5, 2018, 1:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading