Home /News /madhya-gujarat /

પાટીદાર યુવાનો પર થયેલા કેસ પરત લેવા હાર્દિક પટેલની સરકારને ચેતવણી, માર્ચ મહિનાનો આવો છે એક્શન પ્લાન

પાટીદાર યુવાનો પર થયેલા કેસ પરત લેવા હાર્દિક પટેલની સરકારને ચેતવણી, માર્ચ મહિનાનો આવો છે એક્શન પ્લાન

હાર્દિક પટેલ

Ahmedabad news: હાર્દિક પટેલ પત્રકાર પરિષદ (Press conference) કરતા કહ્યું હતુ કે  પાટીદાર યુવાનો ઉપરના કેસો પાછા ખેંચવા મુદ્દે સરકાર સમાજને બેવકૂફ બનાવાનું કામ કરે છે.

અમદાવાદઃ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ (congress in charge president) અને પાટીદાર આંદોલનના કન્વિનર હાર્દિક પટેલ (Hardik Patel) દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. હાર્દિક પટેલ પત્રકાર પરિષદ (Press conference) કરતા કહ્યું હતુ કે  પાટીદાર યુવાનો ઉપરના કેસો પાછા ખેંચવા મુદ્દે સરકાર સમાજને બેવકૂફ બનાવાનું કામ કરે છે.  હાર્દિક પટેલ પત્રકાર પરિષદ કરતા કહ્યું હતુ કે આજની મારી તમામ વાતો એક પાર્ટીના નેતા તરીકે નહિ પરંતુ આંદોલનકારી તરીકે કરી રહ્યો છું.

પાટીદાર આંદોલન થકી સમાજના યુવાનોને સાથે રાખી લડત લડીને રૂપિયા ૧૦૦૦ કરોડનું બિનઅનામત વર્ગનું આયોગ, યુવા સ્વાવલંબન યોજના, ૧૦% આર્થિક ધોરણ પર અનામત, સરકારી નોકરીમાં 5 વર્ષની વય મર્યાદામાં વધારો જેવા ઘણા લાભો સમાજ અને દેશના યુવાનો ને અર્પણ કરાવ્યા છે. જે લાભોના સહારે ગુજરાત સહીત દેશના લાખો યુવાનો પોતાની લાયકાત મુજબ કારકીર્દી બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે તેનો હું ગર્વ અનુભવું છું.. વિશેષમાં થોડા દિવસ અગાઉ જ ખોડલધામ સમિતિ ના ચેરમેન નરેશભાઇ પટેલ તેમજ સત્તાપક્ષના ચુંટાયેલા સંસદસભ્યોએ પણ વર્તમાન મુખ્યમંત્રીને રૂબરૂ મળી તમામ કેસો પરત ખેંચવા રજુઆત કરી માંગણી કરેલ છે.

આ તમામ રજુઆતોના ઉપલક્ષમાં સમયાંતરે સત્તાપક્ષથી પૂર્વ મુખ્યમંત્રીઓ અને વર્તમાન મુખ્યમંત્રી દ્વારા તમામ કેસો પરત ખેંચવા ધણીવાર વચનો અપાયા પરંતુ આજ સુધી વચનો માત્ર રાજકીય હેતુ સિદ્ધ કરવા પુરતા જ સાબિત થયા છે. જેમાં સ્પષ્ટ સરકારની ઈચ્છા શકિતનો અભાવ દેખાઈ રહયો છે. સત્તાપક્ષના જ સંસદ સભ્યોની કેસ પરત ખેચવા મુદ્દે ની રજુઆત થકી પણ એ સપષ્ટ થાય છે કે આ તમામ કેસો રાજદ્રેશની ભાવના રાખી ખોટી રીતે ઉપજાવી કાઢેલ છે. પાટીદાર સમાજ ના હજારો યુવાનોને ગુનાહિત ચિતરી આ યુવાનો નું ભવિષ્ય અંધકારમય બનાવવા માટે નું આ આયોજનબદ્ધ ષડયંત્ર દેખાય છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ live cctv video, જમાલપુરમાં પેટ્રોલ પંપ પર ટેન્કરમાં આવી રીતે લાગી હતી આગ

વધુમાં હાર્દિક પટેલ જણાવ્યુ હતુ કે જો સરકાર દ્વારા આ એક મહિનો એટલે કે આવનારી ૨૩ માર્ચ ૨૦૨૨ સુધી કેસો પરત ખેંચવાને લઇ કોઇ નકકર સકારાત્મક કાર્યવાહી કરવામા નહી. આવે તો, આવનારા દિવસોમાં યુવાનોને ગુના મુક્ત કરવા માટે સમગ્ર ગુજરાતમાં અહિસાના માર્ગે એક ચળવળ ઉભી કરવામાં આવશે.

તા-૨૫/૦૨/૨૦૨૨ થી ૨૦/૦૩/૨૦૨૨ સુધી ચુટાયેલા તમામ પ્રતિનિધીઓને (ધારાસભ્ય કે સાસંદ સભ્યોને) સામાજીક અને આંદોલનકારી આગેવાનો દ્વારા વિસ્તારદીઠ સકારાત્મક રજુઆત કરી આવેદનપત્ર સહીત વિગતો આપવામાં આવશે.

આ પણ વાંચોઃ-અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો! પ્રેમી સગીરાને મિત્રના ઘરે લઈ ગયો, શારીરિક સુખના વીડિયો થકી દાગીના પડાવ્યા

તા-૨૮/૦૨/૨૦૨૨ થી ૦૩/૦૩/૨૦૨૨ સુધીમાં તમામ જીલ્લા-તાલુકા મથકે વિગતો સહીતના આવેદનપત્રો આપી સરકાર સમક્ષ માંગણી કરવામાં આવશે.
તા-૨૫/૦૨/૨૦૨૨ થી ૨૩/૦૩/૨૦૨૨ દરમિયાન ગુજરાત ના ચારેય ઝોન માં સામાજીક તેમજ આંદોલનકારી આગેવાનો સાથે આગામી રણનિતીના આયોજન બાબતે ચર્ચા કરવા માટે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામા આવશે.તા-૦૬/૦૩/૨૦૨૨ ના રોજ ગુજરાતના તમામ પાટીદાર આંદોલનકારીને બોલાવીને "સધર્ષ સાથી" કાર્યક્રમ યોજીને સંવાદ કરવામાં આવશે તેમજ આગામી રણનિતી મુદ્દે ચર્ચા કરી કેસો પરત ખેંચવાની માંગ ને મજબુત બનાવવા માટે આયોજન કરવામાં આવશે.

ત્યારબાદ પણ જો કોઈ નકકર કાર્યવાહી ધ્યાને નહી આવે તો ૨૩/૦૩/૨૦૨૨ ના રોજ નિર્દોષ યુવાનો પર થયેલા કેસો પરત ખેંચવા ના મુદ્દા સાથે નું રાજયવ્યાપી આંદોલન કરવામા આવશે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Gujarati news, Patidar Leader Hardik Patel, ગુજરાત કોંગ્રેસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन