હાર્દિકે કહ્યું- સાહેબે વિકાસની જગ્યાએ 22 વર્ષના છોકારની 'સેક્સ સીડી' બતાવી નાંખી

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 12, 2017, 11:15 PM IST
હાર્દિકે કહ્યું- સાહેબે વિકાસની જગ્યાએ 22 વર્ષના છોકારની 'સેક્સ સીડી' બતાવી નાંખી

  • Share this:
આજે (12 ડિસેમ્બર) પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે વડોદરામાં વિશાળ રોડ શો કરી સંગમ ચોકડી પાસે જાહેર સભાને સંબોધી હતી. આ પહેલા વડોદરાના છાણી ખાતે આવેલા સરદાર ચોક ખાતે હાર્દિક પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. યુવા બેરોજગાર સંમેલનને સંબોધતા હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે, મોદીના ગુજરાતના 50 દિવસના પ્રવાસમાં વિકાસની તો કોઇ વાત જ સાંભળવા મળી નથી, તેઓએ 22 વર્ષના શાસનમાં વિકાસ તો દેખાડ્યો નથી, પરંતુ સાહબે 22 વર્ષના છોકરાની સેક્સ સીડી બતાવવાનો ધંધો કર્યો છે, પરંતુ તેનાથી મને કોઇ ફરક પડતો નથી. શહેરમાં યુવાનો આજે બેરોજગાર છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે 14 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. બીજા તબક્કાના મતદાન પહેલા તમામ પાર્ટીઓ પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા પૂરી તાકાત લગાવી રહી છે. ત્યારે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ પણ ભાજપ સામે શક્તિ પ્રદર્શન કરી પોતાની તાકાત બતાવી રહ્યો છે. સોમવારે અમદાવાદમાં રોડ શો કર્યો અને ત્યાર બાદ આજે વડોદરામાં પણ રોડ શો કરી પોતાનું શક્તિપ્રદર્શન કર્યું છે.

હાર્દિકે કહ્યું કે, વડોદરામાં જનમેદની જોઇને મારૂ મનોબળ વધ્યુ છે. હાર્દિક પટેલે ટોંન્ટ મારતા કહ્યું હતું કે, સાહેબ જેવુ કહેવાની ઇચ્છા થઇ છે કે, વડોદરા સાથે મારો જુનો સંબંધ છે. બીજેપી સરકાર દ્વારા કરવામાં આવેલી નોટબંધીને લઈને હાર્દિક પટેલે કહ્યું કે, જીએસટી અને નોટબંધીના કારણે શહેરી વિસ્તારમાં બેરોજગારી વધી ગઈ છે. તે ઉપરાંત વેપાર ધંધા પણ બંધ થઈ ગયા છે. વડોદરાની પણ ઘણી સમસ્યાઓ છે, તેના પર પણ સરકાર ધ્યાન આપતી નથી, વડોદરા વિશ્વામિત્રી રિવરફ્રન્ટનું 5 ટકા પણ કામ કરવામાં આવ્યું નથી. વડોદરામાં ઘણા મોટા પ્રમાણમાં બેરોજગારી છે, શિક્ષણમાં સબસીડી પણ આપવામાં આવતી નથી.

જાહેર સભાને સંબોધતા હાર્દિકે કહ્યું હતું કે સાહેબના છેલ્લા 50 દિવસના પ્રવાસમાં ક્યાંય પણ ન વિકાસ વિશે સાંભળવા મળ્યું. લગભગ 22 વર્ષનો વિકાસ ક્યાંય દેખાતો નથી. છેલ્લા 22 વર્ષથી તાનાશાહીનું વાતાવરણ ઊભું કર્યું છે તેમને જવાબ આપવનો સમય આવી ગયો છે. બતાવી દો તેમને તમારી તાકાત.

હાર્દિકે પ્રધાનમંત્રી પર પ્રહાર કરતા કહ્યું કે આપણે આવા સરસ મજાના ભયંકર જૂઠ્ઠું બોલતા પ્રધાનમંત્રી મળ્યા છે. જે આજે સી-પ્લેન લઈને આવ્યા છે પણ આ પ્લેન ભારતનું છે કે નહીં તે બધી બાબતો જાણવી જરૂરી છે. વિકાસને બદલે પાકિસ્તાન અને હિંદુ-મુસ્લિમની વાતો કરે છે.

  
First published: December 12, 2017, 11:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading