'ગુમ' થયેલા હાર્દિક પટેલે અરવિંદ કેજરીવાલને દિલ્હી ચૂંટણી જીતવા બદલ આપ્યા અભિનંદન

'ગુમ' થયેલા હાર્દિક પટેલે અરવિંદ કેજરીવાલને દિલ્હી ચૂંટણી જીતવા બદલ આપ્યા અભિનંદન
હાર્દિક પટેલે ટ્વિટ કરીને કેજરીવાલ સાથેનો જૂનો ફોટો શૅર કરતાં લખ્યું કે, શુભેચ્છા...શુભેચ્છા...ફરી એક વાર શુભેચ્છા...દિલ્હીની જનતા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાર્દિક અભિનંદન.

હાર્દિક પટેલની પત્નીએ રાજ્ય સરકાર પર લગાવ્યા હતા ગંભીર આરોપ, પાટીદાર નેતાના ટ્વિટ બાદ પોલ ખુલી ગઈ

 • Share this:
  અમદાવાદ : રાજ્યના પાટીદાર નેતા હાર્દિક પટેલ (Hardik Patel) વિશે કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ 18 જાન્યુઆરીથી ક્યાંક ગુમ થઈ ગયા છે. હાર્દિકની પત્નીએ આ મુદ્દે ગુજરાત પોલીસ (Gujarat Police) પર ગંભીર આરોપ લગાવ્યા હતા. એક તરફ હાર્દિક પટેલ ગુમ થવાની વાત તેમની પત્ની કરી રહી છે તો બીજી તરફ હાર્દિક પટેલે અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને ચૂંટણી જીતવા માટે અભિનંદન પાઠવીને પત્નીના દાવાની પોલ ખોલી દીધી છે. ગુમ થવાની અટકળો વચ્ચે હાર્દિકે ટ્વિટરના માધ્યમથી અરવિંદ કેજરીવાલને અભિનંદન આપતા અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે. નોંધનીય છે કે, હાર્દિકની પત્નીએ તેમના ગુમ થવા પાછળ સરકારી મશીનરી હોવાનો આરોપ લગાવ્યો હતો.

  હાર્દિક પટેલે દિલ્હી ચૂંટણી પરિણામ (Delhi Assembly Election 2020) જાહેર થયાના બીજા દિવસ એટલે કે બુધવારે ટ્વિટ કરીને કેજરીવાલ સાથેનો જૂનો ફોટો શૅર કરતાં લખ્યું કે, શુભેચ્છા...શુભેચ્છા...ફરી એક વાર શુભેચ્છા...દિલ્હીની જનતા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાર્દિક અભિનંદન.

  ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ ગુમ થવાના અહેવાલ આવ્યા બાદથી સમગ્ર રાજ્યમાં હોબાળો થઈ ગયો હતો. હાર્દિકની પત્ની કિંજલ પટેલ (Kinjal Patel)એ પાટીદાર નેતાના ગુમ થવાની પાછળ રાજ્યની સરકારી મશીનરી પર આરોપ લગાવ્યા હતા. જોકે, ગુજરાત પોલીસના મહાનિદેશકે કિંજલ પટેલ તરફથી લગાવવામાં આવેલા તમામ આરોપોથી ઇન્કાર કરી દીધો હતો.

  કિંજલ પટેલે લગાવ્યા હતા આરોપ

  હાર્દિક પટેલની પત્ની કિંજલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મારા પતિ અને પરિવારને રાજ્યની સરકારી મશીનરી ખૂબ હેરાન કરી રહી છે. મારા પતિ પર કોઈ પુરાવા વગર દેશદ્રોહનો મામલો નોંધવામાં આવ્યો છે. જે સ્પષ્ટપણે સરકારની ખોટી મહેચ્છા દર્શાવે છે. નોંધનીય છે કે 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલનની આગેવાની કરી ચૂકેલા હાર્દિક પટેલ સતત કાયદામાં સકંજામાં ફસાતા જાય છે. હાર્દિક પર અત્યાર સુધી 20થી વધુ કેસ નોંધાયા છે. આ મામલામાં મોટાભાગના દેશદ્રોહ અને શાંતિભંગના કેસ છે.

  ડીજીપીએ તમામ આરોપોથી કર્યો હતો ઇન્કાર

  પાટીદાર નેતા હાર્દિક પટેલના આ પ્રકારના ગુમ થવાથી સમગ્ર રાજ્યમાં એક તરફ જ્યાં હોબાળો થયો હતો. બીજી તરફ ગુજરાત પોલીસના મહાનિદેશક શિવાનંદ ઝાએ પોલીસ પર લગાવવામાં આવેલા તમામ આરોપોનું ખંડન કર્યું છે. તેઓએ કહ્યું કે, હાર્દિક પટેલ વિશે હું કંઈ પણ બોલવું યોગ્ય નથી માનતો.

  આ પણ વાંચો, હાર્દિક 20 દિવસથી ઘરે નથી આવ્યાં, તેમના જીવને જોખમ છે : કિંજલ પટેલ
  Published by:News18 Gujarati
  First published:February 12, 2020, 14:30 pm

  ટૉપ ન્યૂઝ