Home /News /madhya-gujarat /

ગુજરાત બાદ હાર્દિક પટેલ ઉત્તર પ્રદેશમાં ચૂંટણીની સભાઓ ગજવશે

ગુજરાત બાદ હાર્દિક પટેલ ઉત્તર પ્રદેશમાં ચૂંટણીની સભાઓ ગજવશે

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની ફાઇલ તસવીર

હાર્દિક પટેલ આજથી ઉત્તર પ્રદેશના પ્રવાસે , સ્ટાર પ્રચારક તરીકે કરશે પક્ષનો પ્રચાર

  ન્યૂઝ 18 ગુજરાતી : કોંગ્રેસના સ્ટાર પ્રચાર હાર્દિક પટેલ આજથી ઉત્તર પ્રદેશમાં લોકસભા માટે પ્રચાર કરશે. હાર્દિક પટેલ આજે વહેલી સવારે અમદાવાદથી યુપી જવા રવાના થયા હતા. ગુજરાતમાં કોંગ્રેસ માટે મોટા પાયે સંભા સંબોધી અને પ્રચાર કર્યા બાદ કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન ધરાવનાર હાર્દિક યુપીના પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકોમાં પ્રચાર કરશે.

  હાર્દિક પટેલ આજે રાયબરેલીમાં સોનિયા ગાંધીના મતક્ષેત્રમાં પ્રચાર કરશે. અગાઉ કોંગ્રેસે જાહેર કર્યુ હતું કે હાર્દિક તેમના સ્ટાર પ્રચારક તરીકે સભા સંબોધશે. એક તબક્કે ગુજરાતની જામનગર બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા હાર્દિક પટેલ કાયદાકીય ગુંચના કારણે ચૂંટણી લડી શક્યા ન હોવાથી બાદમાં સંગઠનના પ્રચાર માટે નીકળી ગયા હતા.

  ઉલ્લેખનીય છે કે હાર્દિકે કાયદાકીય ગુંચને ભાજપની ચાલ બતાવીને મીડિયા સાથેની વાતચીતમાં અવારનવાર કહ્યું હતું કે તેમને ભાજપે ચૂંટણી લડતા અટકાવ્યા અને તેથી તે હવે સમગ્ર દેશમાં ફરીને ભાજપની વિરુદ્ધ પ્રચાર કરશે. હાર્દિકના આ પ્રચારથી કોંગ્રેસને કેટલો ફાયદો થશે અને ભાજપને કેટલું નુકસાન થશે તે તો ચૂંટણીના પરિણામો બાદ જ જાણી શકાશે પરંતુ હાલમાં ગુજરાતથી નીકળી અને હાર્દિક રાષ્ટ્રીય રાજનીતિ તરફ ડગ ભરી રહ્યાં હોય તેવું જણાઈ રહ્યું છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Uttar Pradesh Loksabha Elections 2019, કોંગ્રેસ, ઝુંબેશ, હાર્દિક પટેલ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन