Home /News /madhya-gujarat /

વિધાનસભા મારામારીઃ હાર્દિકે કહ્યું, 'મા-બેનની ગાળો આપનારની તો 'સર્વિસ' જ કરાય!

વિધાનસભા મારામારીઃ હાર્દિકે કહ્યું, 'મા-બેનની ગાળો આપનારની તો 'સર્વિસ' જ કરાય!

હાર્દિક પટેલ

    ગુજરાત વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે થયેલી મારામારી બાબતે પાસના કન્વિનર હાર્દિક પટેલે નિવેદન આપ્યું છે. એક પત્રકાર સાથે ટેલિફોનિક વાતચીત કરતા હાર્દિકે કહ્યું હતું કે મા-બેન ઉપર ગાળો આપનારને માઇક ન મરાય પરંતુ તેની તો 'સર્વિસ' જ કરાય.

    હાર્દિકે વધુમાં શું કહ્યું?

    ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અરમિશ ડેર, પ્રતાપ દૂધાત અને બળદેવજી ઠાકોરની ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ સાથે થયેલી મારપીટ બાબતે કોઈ પત્રકાર દ્વારા હાર્દિકનું ફોન પર ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું. જેમાં પત્રકારે વિધાનસભામાં થયેલી મારામારી અંગે કહ્યું હતું કે, જો બે ધારાસભ્યો ઝઘડતા હોય અને તેમાં તમને લાગતું હોય કે આ લોકશાહીનું ચીરહરણ થઈ રહ્યું છે તો નિર્દોષ સમાજના યુવાનો પર ખોટા કેસ કરવા, તેમને જેલમાં પુરવા, કાર્યક્રમોને મંજૂરી નથી આપવામાં આવતી ત્યારે લોકશાહીનું ચીરહરણ નથી થતું?

    રાજ્યસભા માટે ડખો ઉભો કરાયો

    હાર્દિકે વધુમાં કહ્યું હતું કે આ વિધાનસભાનો ઝઘડો નથી પરંતુ રાજ્યસભાનો ઝઘડો છે. રાજ્યસભામાં વિપક્ષના ધારાસભ્યો ઓછા થઈ જાય અને એકાદ ધારાસભ્યની ખરીદ થઈ જાય તો કોંગ્રેસનો એક જ સભ્ય રાજ્યસભામાં જઈ શકે એટલા માટે ત્રણ મેમ્બરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મારા મત પ્રમાણે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય કોઈને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય એવું બન્યું નથી. આ ત્રણ ધારાસભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા એ રાજ્યસભાની ગેમ છે.

    સર્વિસ કરાય

    આગળ હાર્દિક જણાવે છે કે જો કોઈ મા-બેન ઉપર ગાળ બોલે તો તેને માઇક ન મરાય પરંતુ તેની સર્વિસ જ કરાય. હાર્દિક કહે છે કે હું હોવ તો સર્વિસ જ કરું. પત્રકાર જ્યારે ફરીથી હાર્દિકને પૂછે છે કે માઇક ન મરાય તો શું મરાય? ત્યારે હાર્દિક ફરીથી કહે છે કે હા, માઇક ન મરાય પરંતુ સર્વિસ જ કરી લેવાય.

    હાર્દિકે પત્રકારને કહ્યું હતું કે હું હોવ તો સર્વિસ જ કરું. હાર્દિકના આવા કહેવા પાછળનો મતલબ શું એવો થાય છે કે ધારાસભ્યની બરાબરની ધોલાઈ કરવી જોઈએ કે પછી બીજો કોઈ થાય છે એ તો હાર્દિક જ કહી શકે છે.
    First published:

    Tags: Assubly Rucks, Service, કોંગ્રેસ, ધારાસભ્ય, ભાજપ, હાર્દિક પટેલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन