અમદાવાદ,વિરમગામઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને ગઇકાલે રાજદ્રોહ કેસમાં હાઇકોર્ટે શરતી જામીન આપ્યા છે. જેને લઇને પાટીદારોમાં ખુશીનો માહોલ છવાયો છે.પાસના કન્વીનરો આજે વિરમગામમાં
હાર્દિકના પિતાને શુભેચ્છા આપવા પહોંચ્યા હતા.નોધનીય છે કે, હજુ પણ હાર્દિક પટેલને વિસનગરના તોડફોડ કેસ સહિતમાં જામીન મેળવવા પડશે ત્યાર બાદ જ તે જેલમાંથી બહાર આવશે.
8.5 મહિના બાદ હાર્દિકને જામીન મળતા સમગ્ર વિરમગામમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. વિરમગામ હાર્દિક પટેલનું વતન છે.સમગ્ર ગુજરાતના પાસના કન્વિનરોએ ગુલાલ વડે હાર્દિકના પિતાને શુભેચ્છા આપી હતી. અને ફટાકડા ફોડ્યા હતા.
પાટીદાર અનામત આંદોલન ના કન્વીનર હાર્દિક પટેલને રાજ્ય સરકાર દ્વારા રાજદ્રોહના ગુનામાં જેલ વાસ ભોગવી રહ્યો હતો. જેમાં ગઇકાલે હાઇકોર્ટે સુરત અમદાવાદના કેસમાં શરતી જામીન આપતા પાટીદાર સમાજમાં ખુશીની લહેર છવાઈ જવા પામી છે. હાઇકોર્ટ હાર્દિક પટેલ ને 6 મહિના ગુજરાત બહાર રહેવાની શરતે સુરત અમદાવાદના કેસમાં જામીન આપીયા હતા. બસ આ સમાચાર વાયુ વેગે પસરતા પાટીદાર સમાજ માં ખુશીની લાગણી ફેલાઈ જવા પામી હતી. ચુકાદાને પાટીદાર સમાજે ફટાકડા, નાચ ગાન સાથે વિજય ઊત્સવ મનાવીયો હતો.
ત્યારે પાટીદાર સમાજ ના અગ્રણી ભીમજીભાઈ કુકડીયાએ પ્રદેશ18 ઈટીવી સાથેની વાતચીત માં જણાવ્યુ હતું કે હાર્દિક પટેલને જે શરતી જામીન મળ્યા છે તે પાટીદાર સમાજ માટે ખુશીની વાત છે ઉપરાંત સરકાર દ્વારા જે 10 ટકા ઇબીસી અનામત આપવામાં આવ્યું છે તે નો શ્રેય પણ હાર્દિક પટેલને આભારી છે. 10 ટકા અનામત પૂરતી તો નથી જ પરંતુ હાર્દિકની મહેનત નું પરિણામ છે. ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે હાર્દિકના જેલ બહાર આવ્યા બાદ પણ અનામત આંદોલન અહિંસા ના માર્ગે ચાલુ રહે એવી મારી ઈચ્છા છે.
ગઇકાલે જ હાર્દિક પટેલના હાઇકોર્ટના વકીલ ઝુબિન ભરડાએ જણાવ્યું હતું કે,હાર્દિક સામે વીસનગરમાં તોફાનનો કેસ પણ ચાલી રહ્યો છે, તેથી હાર્દિકને જામીન મળવા છતાં તે હાલ જેલ બહાર આવી શકશે નહીં.બીજી તરફ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓએ હાઈકોર્ટના ચુકાદાને આવકાર્યો છે અને કહ્યુ છે કે હાર્દિક ભલે ગુજરાત બહાર રહે, પરંતુ તેમનુ આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે ચાલુ રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર