હાર્દિક પટેલનો મેડિકલ ચેકઅપ કરાવવાનો ઇનકાર, કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ, લાઠીચાર્જ

News18 Gujarati
Updated: September 2, 2018, 7:46 PM IST
હાર્દિક પટેલનો મેડિકલ ચેકઅપ કરાવવાનો ઇનકાર, કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ, લાઠીચાર્જ
ગ્રીનવૂડ બહાર પોલીસ હળવો લાઠીચાર્જ કર્યો હતો

ઉપવાસ છાવણી બહાર પાસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જેમાં પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો

  • Share this:
ઉપવાસના નવામાં દિવસે હાર્દિક પટેલનું રુટિન ચેકઅપ કરવા માટે સોલા સિવિલની મેડિકલ ટીમ પહોંચી હતો. પરંતુ હાર્દિકે મેડિકલ ચેકઅપ કરાવવાની મનાઇ કરી હતી. હાર્દિકે મનાઇ કરતાં ડોક્ટરોએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે હાર્દિકે સંપૂર્ણપણે મેડિકલ ચેકઅપ કરાવવાની મનાઇ કરી દીધી છે. આ દરમિયાન ઉપવાસ છાવણી બહાર પાસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જેમાં પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો.

કેમ કરી મનાઇ ?

ઉપવાસ છાવણી બહાર હાર્દિકને મળવા માટે મોટી સંખ્યામાં પાસના કાર્યકર્તાઓ ઉમટી પડ્યાં હતા. જો કે હાર્દિકને મળવા માટે ખાસ લોકોને જ એન્ટ્રી આપવામાં આવે છે. આથી હાર્દિકને મળવા માટે પાસના કાર્યકર્તાઓ ઉશ્કેરાય ગયા હતા. આ દરમિયાન ટોળાને વિખેરવા માટે પોલીસ હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. તો કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ પાસના કાર્યકર્તાઓના વાહનો ડિટેઇન કર્યા છે. ત્યારે આ વાતને લઇને નારાજ થયેલા હાર્દિક પટેલે મેડિકલ ચેકઅપ કરાવવાની મનાઇ કરી છે. હાર્દિકે કહ્યું કે પોલીસ લાઠીચાર્જ કરવાનું અને પોતાની જોહુકમી બંધ કરે, ત્યારબાદ જ હું મેડિકલ ચેકઅપ કરાવીશ.અહીં ક્લિક કરી વાંચો નવમો દિવસઃ વિપક્ષ નેતા હાર્દિક પટેલને મળ્યા, કહ્યું- આંદોલન માટે મંજૂરી કેમ લેવી પડે ?

હાર્દિકની તબીયત નાદુરુસ્તઉપવાસનાં 9માં દિવસે પણ હાર્દિક પટેલનો આમરણ ઉપવાસ યથાવત છે. જોકે 9 દિવસના ઉપવાસની અસર તેનાં પર વર્તાઇ રહી છે આજે સવારે તે બેભાન થઇ ગયો હતો. શરિરમાં દુખાવો અને અશક્તિ આવી ગઇ છે. હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે ડોક્ટર સોલંકીનાં જણાવ્યાં મુજબ હાર્દિક પટેલે ફરિયાદ કરી છે કે તેને આખો દિવસ ચક્કર આવે છે અને ઉબકા આવે છે. જે બાદ ડોક્ટરે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી છે પણ હાર્દિક તે માટે ના પાડે છે.અહીં ક્લિક કરીને વાંચો..નવમાં દિવસે સવારે બેભાન થયો હતો હાર્દિક, મેડિકલ ચેકઅપમાં આવ્યું તબિયત નાદુરસ્ત
First published: September 2, 2018, 6:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading