અમદાવાદ: લોકરક્ષકનાં પેપર લીક થવા બાદ એક બાદ એક રિએક્શન સામે આવી રહ્યાં છે હવે હાર્દિક પટેલે પણ ફેસબૂક લાઇવ દ્વારા પોતાના દિલની વાત જણાવી છે. તેણે લોકરક્ષકની નોકરી માટે થયેલાં આટલા મોટા કૌભાંડ બાદ
તેનો ગુસ્સો સાતમા આસમાને હતો અને આ આખી ઘટના પર યુવાનોને જાગૃત થવા તેમજ આ મુદ્દાને ભૂલી ન જવા અપીલ કરી હતી.
કોન્સ્ટેબલની પરીક્ષાની ભરતી માટે માત્ર 7000-8000 સીટ હતી. જે માટે 9 લાખથી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. આ માટે સરકારે એક વ્યક્તિ પાસેથી સરેરાશ 500- 700 રૂપિયાની ફોર્મ ભરી એટલે કે કૂલ 80 કરોડ
રૂપિયા સરકારે બેરોજગાર યુવાનો પાસેથી લીધા. હવે આ રૂપિયાનું કૌભાંડની તપાસનાં આદેશ સરકારે આપ્યા છે. પણ આ આદેશમાં કંઇજ સામે આવવાનું નથી. ભલે મુખ્યમંત્રીએ આદેશ આપ્યા પણ તેનું કોઇજ પરિણામ નહીં આવે.
-આ ચૂંટણી ફંડ માટે પૈસા ભેગ કરવાનું કૌભાંડ મને લાગેછે કે, આ 8 લાખ વિદ્યાર્થી સાથેની છેતરપીંડી નથી આ 80 કરોડ રૂપિયા ચૂંટણીનાં ફંડનાં આયોજનનાં ભાગ રૂપે ભેગા કરવામાં આવ્યા છે. કેમ અમદાવાદના યુવાનને વડોદરા, વડોદરાનાં યુવાનને રાજકોટ રાજકોટનાં યુવાનને સુરત પરીક્ષા માટે મોકલવામાં આવે.
-ભારતીય ઇતિહાસમાં પહેલી વખત બની આવી ઘટના
ભારતનાં ઇતિહાસમાં આવું પહેલી વખત બન્યુ છે કે 8 લાખ વિદ્યાર્થીઓ સાથે આટલી મોટી છેતરપીંડી છે. આ મુદ્દાને મીડિયાએ બરાબર બોલ્યુ છે પણ આપણે શું કરી રહ્યાં છીએ પણ આ મુદ્દે આપણે શું કરી રહ્યા છીએ. કેમ આપણે આપણાં સપના માટે લડતા નથી. ગુજરાતનાં યુવાનો કેમ નપુંસક બની ગયા છે. તમારા માટે કોઇ લડે તો તેનો વિરોધ કરો છો પણ તમે તમારા માટે કેમ નથી બોલતા. તમારે જ તમારા માટે લડવું પડશે અને બોલવું પડશે.
-પેપર નથી સાચવી શકતી આપણને શું સાચવશે
જો ભારતીય જનતા પાર્ટીની સરકાર જો એક પેપર સાચવી શકતી નથી તે આખી જનતાને કેવી રીતે સાચવી શકશે.
-આ મુદ્દે કોંગ્રેસ નબળી સાબીત થઇ
જો આવો મુદ્દો કોંગ્રેસનાં કાર્યકાળમાં બન્યો હોત તો ભારતીય જનતા પાર્ટીએ તેમની સરકાર પાડી દીધી હોત. મને લાગે છે કે કોંગ્રેસ પણ આ મુદ્દે નબળી પડી છે તે ઇચ્છત તો ઘણું કરી શકત.
-રામ મંદીર માટે ભેગા થાવ છો તો તમારા માટે બોલો-
જ્યારે તમે રામ મંદીર બનાવવા માટે જઇ શકો છો તે માટે આટલા બધા લોક અવાજ ઉઠાવે છે તો કેમ પોતાનાં માટે નથી બોલતા મને દુ:ખ એ વાતનું છે કે જે યુવાન ભગત સિંહ બનવાનાં માર્ગે જવો જોઇએ જે યુવાન સરદાર વલ્લભ ભાઇ પટેલ બનવો જોઇએ, મહારાણા પ્રતાપ બનવો જોઇએ. જેને પોતાનામાટે સપનું જોયુ છે જે દેશની સેવા કરવા માંગે છે તેમનાં સપના પર મીંડુ વળી ગયુ
-ગુજરાતની હોસ્પિટલ પર નેતાઓને નથી ભરોસો
ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાને ઇલાજ કરાવવો હોય તો તે બોમ્બેની હોસ્પિટલમાં જાય નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલને ઇલાજ કરાવવો હોય તો મુંબઇની હોસ્પિટલમાં જાય તેમને ગુજરાતની હોસ્પિટલ પર ભરોસો નથી. શું કરવાનું તો પણ કોઇ જ આ મુદ્દે બોલતુ નથી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર